અમદાવાદ ક્રેશના 4 અઠવાડિયા પહેલા બ્રિટનની ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 65 ફ્લાઇટ્સમાં ઉડાન દરમિયાન હવામાં અથવા ટેકઓફ કરતી સમયે એન્જિન બંધ (શટડાઉન) થયું. જેથી જાણી શકાય છે કે દર મહિને ઓછામાં ઓછી એક ફ્લાઇટનું એન્જિન બંધ થયું. જોકે, બધા મામલે પાઇલટ એક જ એન્જિનથી વિમાનને નજીકના એરપોર્ટ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા.ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આ જાણકારી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ઉૠઈઅ)થી સૂચનાના અધિકારી (છઝઈં) હેઠળ મળી છે. જોકે, અમદાવાદ દુર્ઘટનાના શરૂઆતી તપાસ રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે વિમાનના બંને એન્જિન બંધ થવાના કારણે આ દુર્ઘટના થઈ.ત્યાં જ, છઝઈં રિપોર્ટથી એવું પણ જાણવા મળ્યું છે કે 1 જાન્યુઆરી, 2024થી 31 મે, 2025 વચ્ચે 17 મહિનામાં 11 ફ્લાઇટ્સથી ’મેડે’ કોલ આવ્યો. તેમાં ટેકનિકલ ગડબડીની સૂચના આપીને ઇમરજન્સી લેન્ડિંગની માગ કરવામાં આવી. તેમાંથી ચાર પાઇલટ્સે હૈદરાબાદમાં લેન્ડિંગ કર્યું.
છઝઈં રિપોર્ટમાં 12 જૂન દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ ડ્રીમલાઇનર અને 19 જૂનના ઇન્ડિગોની ગુવાહાટી-ચેન્નઈ ફ્લાઇટ સામેલ હતી નહીં. ફ્યુઅલ ઓછું હોવાના કારણે ઇન્ડિગો ફ્લાઇટ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.ફ્રેન્ચ શબ્દથી લીધો ખઅઢઉઅઢ ખઅઢઉઅઢ શબ્દ ફ્રેન્ચ શબ્દ ’ળ’ફશમયિ’ થી લેવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે ’મને બચાવો’. ખઅઢઉઅઢ કોલ મોટાભાગે કોલ મોટાભાગે રોડિયોના માધ્યમથી અઝઈ અથવા આસપાસના અન્ય વિમાનને મોકલવામાં આવે છે. આ સિગ્નલનો ઉપયોગ તરત મદદ માગવા માટે કરવામાં આવે છે, જેથી ઇમરજન્સી સામે નિર્ણય લઈ શકાય.12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આમાં 260 લોકોના મોત થયા હતા.બ્રિટનના સિવિલ એવિએશન અથોરિટી (ઈઅઅ)એ મંગળવારે બોઇંગ વિમાનોના જાળવણી અંગે એક નવો ખુલાસો કર્યો છે. ઈઅઅ એ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના ચાર અઠવાડિયા પહેલા બોઇંગ વિમાનોના બળતણ નિયંત્રણ સ્વીચ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
15 મેના રોજ ઈઅઅ એ એરલાઇન્સને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (ઋઅઅ) ના નિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઋઅઅ એ તેના નિર્દેશોમાં બોઇંગ 737, 757, 767, 777 અને 787 વિમાનોમાં ફ્યુઅલ શટઓફ વાલ્વ એક્ટ્યુએટર્સને સંભવિત જોખમી ગણાવ્યા હતા.ઈઅઅએ બ્રિટન આવતી તમામ એરલાઇન્સને આ વાલ્વ તપાસવા, જરૂર પડ્યે તેને બદલવા અથવા રિપેર કરવા અને દૈનિક ધોરણે નિરીક્ષણ ફરજિયાત બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. દરમિયાન, પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે અમદાવાદ અકસ્માત વિમાનના ફ્યુઅલ સ્વીચ બંધ હોવાને કારણે થયો હતો.
હકીકતમાં, 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અઈં 171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી.