રાજપૂત કરણી સેના દ્વારા સંગઠનને ડિજિટલ ક્ષેત્રે મજબૂત બનાવવા માટે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, તથા રાષ્ટ્રીય પ્રભારી આઇટી સેલ કુંવર રાજ પ્રતાપસિંહ અને રાષ્ટ્રીય સંયોજક આઈ ટી સેલ કુંવર દેવ પ્રતાપસિંહના આદેશથી, પ્રખર સમાજપ્રેમી બકુલસિંહ વાઘેલા (ગોધાવી) ને ગુજરાત પ્રદેશ આઈ ટી સેલના પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બકુલસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજના કર્મનિષ્ઠ કાર્યકર છે. તેમની આ નિમણૂકથી સંગઠનને આધુનિક ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં મજબૂતી અને ગતિ મળશે તેવી અપેક્ષા છે. સંગઠનને વિશ્વાસ છે કે બકુલસિંહ તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પૂરી નિષ્ઠા અને લગનથી નિભાવશે, અને સંગઠનની નીતિઓ, સિદ્ધાંતો અને વિચારધારાને સમાજના દરેક લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા

Follow US
Find US on Social Medias