ફી નિયંત્રણ સમિતિ રાજકોટ ઝોનના ચેરમેનની છ મહિનાથી જગ્યા ખાલી છે
650 સ્કૂલોની ફી નિયમન અટક્યું, 2 લાખથી વધુ વાલીઓ મૂંઝવણમાં મૂકાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 11 જિલ્લાની 5000થી વધુ ખાનગી શાળાની ફી નક્કી થાય છે. હાલ ચેરમેનની જગ્યા છેલ્લા 6 મહીનાથી ખાલી છે. જેના કારણે સૌરાષ્ટ્રની 650 સ્કૂલોની ફી વધારા માટે નિર્ણય અટકેલો હોવાનું સામે આવ્યું છે જેની સીધી અસર સૌરાષ્ટ્રના 2 લાખ કરતા વધુ વાલીઓ પર જોવા મળી રહી છે. 31 જાન્યુઆરી 2025ના રોજ પી.જે.અગ્રાવત દ્વારા ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ મામલે આજે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ઋછઈ કમિટીનું બેસણું કરવામાં આવ્યું હતું અને ફી નિયમન સમિતિના હાડપિંજર સમક્ષ અગરબત્તી કરી તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે શ્રદ્ધાસુમન પુષ્પો અર્પીને કરવામા આવતો હોય છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખોટી ચલણી નોટો અર્પીને શ્રદ્ધાંજલિ અર્પી અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. આ વિરોધનો હેતુ છે કે સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઇ તાત્કાલિક નવા ચેરમેનની નિયુક્તિ કરે અને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપે તે છે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને રાજકોટના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે ફી નિયમન સમિતિની કચેરી ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે. જેમાં ફી નિયમન સમિતિનું બેસણું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં ઋછઈ કમિટીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ફી નિયમન સમિતિમાં ચેરમેન તરીકે નિવૃત જજની નિમણુંક આપવામાં આવતી હોય છે જે હાલ સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા 5 મહિનાથી ખાલી પડી છે જયારે હાલ સૌરાષ્ટ્રની ઋછઈ માં સભ્યોની અંદર શિક્ષણવિદ મુકુંદરાય મેહતા, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ સિંધવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિક વ્યાસ અને સિવિલ એન્જિનિયર તરીકે પ્રવીણભાઈ વસાણીયા કાર્યરત છે. જેઓને એક મીટીંગ દીઠ રૂ.3500 આપવામાં આવે છે. ફી નિયમન સમિતિના ચેરમેન તરીકે તેમની પસંદગી કરવામા આવે છે જેમની ઉંમર 62 વર્ષથી વધુ ન હોય અને તેઓ હાઇકોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ. જે ક્રાઈટ એરિયામાં વ્યક્તિઓ મળવા મુશ્કેલ બનતા હોય તેવું લાગી રહ્યું છે.
રોહિતસિંહે જણાવ્યું હતુ કે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે રાજકોટ ઝોનના જે ચેરમેન( નિવૃત જજ) હતા તેમણે ફેબ્રુઆરી 2025માં કોઈ કારણોસર રાજીનામું આપી દીધું હતું. જેથી આ ખાનગી શાળાઓ માટે સોનાનો સમય સાબિત થયો છે. ઘણા શાળાઓ પોતાના મનમાની ફી ઉઘરાવે છે અને વાલીઓની ફરિયાદને કોઇ સાંભળતું નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે રાજ્યસરકારનો શિક્ષણવિભાગ જાણીજોઈને ખાનગી શાળાઓને ખટાવવા માટે જ ચેરમેનની નિમણૂક કરતી નથી જેથી સ્કૂલો પોતાની મનમાની મુજબ ફીના ઉઘરાણા કરી શકે. સરકારના શિક્ષણ વિભાગને અનેક રજૂઆતો છતાં હજુ ચેરમેનની નિયુક્તિ અંગે કોઈ નિર્ણય લીધો નથી જે ખુબજ શરમજનક છે. સરકાર આ મામલે જાણતું નથી કે જાણવું નથી એવું વલણ અપનાવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઋછઈ એવી બિનઅસરકારક ખોખલી સંસ્થા બની ગઈ છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે ઋછઈ જેવી સંસ્થાઓ ખાનગી શાળાઓને કાયદાકીય કવચ પુરતી રહી ગઈ છે એટલે કે વાલીઓમાં લૂંટવા માટે સરકારી લાઇસન્સ છે પરંતુ સરકારે જે વખત નિયમ બહાર પાડ્યો તે બાબતોની જમીન પર વાસ્તવમાં તેની અસર નાનામાં નાની પણ નથી. તેઓએ વધુ આક્ષેપો કર્યા હતા કે આ કચેરી ભ્રષ્ટાચારનુ કેન્દ્ર છે અને પૈસાના જોરે સંચાલકો મનમા વિચારે તેટલી ફી મંજુર કરાવી લે છે.
- Advertisement -
આ કાર્યક્રમમા કોંગ્રેસ વિદ્યાર્થીઓ પ્રતિનિધિ રોહિતસિંહ રાજપુત, રણજીત મુંધવા, મયુર શાહ, યશ ભિંડોરા, જીત સોની, પ્રશીલ રાજદેવ, રોનક રવૈયા સહિત જોડાયા હતા.