રેસ્ક્યૂ ઓપરેશન દિવસ-3
ઋષિકેશ પટેલ પીડિત સોનલબેનને ન મળતાં ગ્રામજનોમાં આક્રોશ: કહ્યું, પોલીસે રજૂઆત કરતાં રોક્યા, પાકિસ્તાનમાં નથી રહેતા કે ફાયરિંગ કરીએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને બે લોકો ગુમ હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી જ દીધી છે, પરંતુ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલાં તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતાં સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈ પણ સવાલ ઊઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.
9 તારીખે રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યાર બાદ 10મી તારીખે પૂનમ હોઈ, મહીમાં ભરતીના પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી, જોકે ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યૂ કામગીરી યથાવત રખાતાં વધુ 5 મૃતદેહ મળતાં મૃત્યુઆંક 18 થયો હતો.
રેસ્ક્યૂનો આજે(11 જુલાઈ) સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી, સાથે જ નદીમાં ટ્રકમાં રહેલા સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે, જેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે એ કહેવું હાલ મુશ્ર્કેલ લાગી રહ્યું છે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બોરસદ તાલુકાના દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તથા બે મૃતદેહ ગડરની નીચે ફસાયેલા છે. આમ કુલ મૃત્યુઆંક 21 થયો છે.
મુજપુર અને દરિયાપુરના લોકો કોઈ પાકિસ્તાનમાં તો રહેતા નથી કે ફાયરિંગ કરે કે તમને મારે. મંત્રી સોનલબેનના ઘરે ગયા હોત તો તેમની દીકરીઓની વેદના તેઓ કહી શક્યા હોત.
આખી તપાસ 30 દિવસમાં પૂર્ણ થઈ જશે: ઋષિકેશ પટેલ
- Advertisement -
દુર્ઘટનાના ત્રીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ કલેક્ટર પાસેથી રેસ્ક્યૂ ઓપરેશનની માહિતી મેળવી હતી. જે બાદ ઋષિકેશ પટેલ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના ખંબરઅંતર પૂછ્યા હતા. ઋષિકેશ પટેલે જણાવ્યું કે અહીં રેસ્ક્યૂમાં મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી આવ્યા ન હતા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું અને સાથે આર એન્ડ બીના અધિકારીઓ છે. પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે, પેડેસ્ટીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ સ્લાઇડ થઈ ગયો છે. સરકારે સસ્પેનશનના પગલાં લઇ લીધા છે. હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જેને રેસ્ક્યૂ કરાશે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે.
બે લોકો ગુમ છે તેમને શોધવા અમારી પ્રાયોરિટી: કલેક્ટર
આજના દિવસની કામગીરી અંગે જણાવ્યું કે, આજના દિવસે બે મૃતદેહો ગુમ થયેલા વ્યક્તિઓ પૈકીના છે. મોટાભાગે બીજા કોઈ વાહનો નીચે નથી. બાઈક છે અને બાઈકના સવારોનું મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આજે જે બે મૃતદેહો બાકી છે, તેમને સૌથી પહેલા રિકવર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે.