બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં સરકારી અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ સંકલિત હુમલાઓ શરૂ કર્યા. “ઓપરેશન બામ (ડોન)” ની જવાબદારી સ્વીકારતા, BLF એ પાકિસ્તાની રાજ્ય સામેની તેમની લડાઈમાં એક નવા તબક્કાની પ્રતિજ્ઞા લીધી. આ હુમલાઓએ વિક્ષેપ પાડ્યો.
બલુચિસ્તાનનાં બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાનની સેના સામે જંગનું એલાન કર્યું છે. તેમણે મંગળવારે મોડી રાત્રે બલુચિસ્તાનમાં અનેક સરકારી પ્રતિષ્ઠાનો પર એક સાથે 17 જગ્યાએ હુમલા કર્યા છે.
- Advertisement -
બલુચિસ્તાનના અધિકારીઓએ શુક્રવારે પુષ્ટિ આપી હતી કે બંદૂકધારીઓએ ક્વેટાથી લાહોર જઈ રહેલી બસના મુસાફરોનું અપહરણ કરીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 9 મુસાફરોના મોત થયા છે. આ ઘટના ઉત્તરીય બલુચિસ્તાન શહેર ઝોબ નજીક બની હતી, જ્યાં સશસ્ત્ર હુમલાખોરોએ બસ રોકી, મુસાફરોને નીચે ઉતાર્યા અને તેમાંથી 9 લોકોની ઓળખ કરી અને તેમને નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી દીધી.
રાજયમાં અનેક જગ્યાએ વિસ્ફોટકોની ખબર છે.બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ-બીએલએએ આ હુમલાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે તેમણે પાકિસ્તાન સામે ઓપરેશન નામ (ડોન)શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત બલુચીસ્તાનના પંજસુર, સુરબ, કેસ અને ખારન સહીત વિભિન્ન જીલ્લામાં ઓછામાં ઓછા 17 હુમલા થયા છે.
સ્થાનિક લોકોએ પુરા બલુચિસ્તાનમાં હુમલાની પુષ્ટિ કરી છે. બીએસએફે મુખ્યત્વે પાકિસ્તાનની ચોકીઓ કોમ્યુનિકેશન લાઈન અને સરકારી કાર્યાલયોને નિશાન બનાવ્યા છે. બીએસએફ પ્રવકતા મેજર ગ્લારામ બલુચે આ અભિયાનને બલુચ રાષ્ટીય મુકિત સંગ્રામમાં એક નવી સવાર કરી છે અને જણાવ્યું હતું કે આ અભિયાન મકરાન તટીય ક્ષેત્રથી લઈને પહાડી કોહ એ સુલેમાન પર્વત શૃંખલા સુધી ફેલાયેલા છે.
- Advertisement -
તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સુરક્ષા દળોને વધુને વધુ સંખ્યામાં જાનહાની કરવા અને તેમના ઠેકાણામાં નુકશાન પહોંચાડવા માટે સાવધાની પૂર્વક આ હુમલો કરાયો હતો.
બલુચિસ્તાનના મુખ્યમંત્રીનું મોટું નિવેદન
બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ આ ભયાનક હુમલાની સખત નિંદા કરી અને તેને “ખુલ્લો આતંકવાદ” ગણાવ્યો. તેમણે કહ્યું કે આ હુમલામાં નિર્દોષ નાગરિકોને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા કે. તેમણે તેને અક્ષમ્ય ગુનો બનાવ્યો.
આતંકવાદીઓએ ક્રૂરતા બતાવી
મુખ્યમંત્રી બુગતીએ કહ્યું, “આતંકવાદીઓએ ફરી એકવાર તેમની કાયરતા અને ક્રૂરતા બતાવી છે. નિર્દોષોનું લોહી વ્યર્થ નહીં જાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ દેશ સામે યુદ્ધ છે અને સરકારનો પ્રતિભાવ કડક અને નિર્ણાયક હશે.