ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી તેજાણીની વાડી, બોરીયા પાટી, લીલાપર કેનાલ રોડ પર રહેતા ગીરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં 12 માં તેજાણી વાડી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન અને ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી તાજેતરમાં કરવામાં આવી હતી જેને લીધે રસ્તો તોડી નાખ્યો છે હાલ વરસાદ પડતા વિસ્તારમાં ગારા કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે જેથી ચાલીને નીકળી સકાય તેમ નથી વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વરસાદી પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે જેથી તાત્કાલિક ધોરણે ભરતી મોરમ નાખી રસ્તો ચાલવા લાયક બનાવવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી છે
મોરબી: વાડી વિસ્તારમાં કીચડના કારણે રોગચાળાનો ભય: દવા છંટકાવ કરવા માંગ
