હેતુફેર થવા અંગે લેખિત રજૂઆત બાદ પણ તંત્રના અધિકારીઓ મૂકપ્રેક્ષક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તાર પર રહેણાક હેતુ બિનખેતી કરાવેલ જમીન પર કોમર્શિયલ બાંધકામ થયાનું સામે આવ્યું હતું. જેમાં અગાઉ ખેતી લાયક જમીનને બિન ખેતી કરી રહેણાક હેતુ માટે પ્લોટ પડવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક પ્લોટ વેચાણ કર્યા બાદ હવે મનસુખભાઇ પટેલની માલિકીના પ્લોટ ભાડે આપી પાર્ટી પ્લોટ નિર્માણ થવા જઈ રહ્યો છે જોકે આ પાર્ટી પ્લોટની મોટાભાગે બાંધકામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે પરંતુ રહેણાક પ્લોટને કોમર્શિયલ કાર્ય વગર જ પાર્ટી પ્લોટ માટેનું બાંધકામ પૂર્ણ કરાયું હતું જેથી રહેણાક હેતુના પ્લોટ પર કરેલ કોમર્શિયલ બાંધકામને લીધે જમીનનો હેતુફેર થયો હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે આ તરફજે જમીન પર પાર્ટી પ્લોટ નિર્માણ થઈ રહ્યો છે તે જમીનના માલિક મનસુખભાઈ પટેલ દ્વારા ભાડે આપેલ ભાડૂઆતને પણ મોટા ખર્ચમાં ઉતરી દીધા બાદ હવે પાર્ટી પ્લોટ માટે બાંધકામ અન્ય પ્લોટમાં થયું હોવાની ઘટસ્ફોટ થયો છે.
- Advertisement -
એટલે કે મનસુખભાઇ પટેલના પ્લોટની બાંધકામ બાજુમાં આવેલ નિવૃત પીએસઆઇના પ્લોટ પર બાંધકામ થતા બરોબરના ભરાયા હતા. આ તરફ પોતાની માલિકી જમીન પર પાર્ટી પ્લોટની બાંધકામ થઈ જતા નિવૃત પીએસઆઇ દ્વારા તાત્કાલિક બાંધકામ હટાવવા માટે જણાવ્યું હતું પરંતુ પાર્ટી પ્લોટના હોલનું બાંધકામ જ નિવૃત પીએસઆઇના જમીન પર થતા હવે કોઈપણ કાળે પીએસઆઇને મનમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે અત્યાર સુધી તો રહેણાક હેતુ પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ હવે ગેરકાયદેસર પણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે રહેણાક હેતુ પ્લોટમાં થયેલ કોમર્શિયલ બાંધકામ અંગે જિલ્લા કલેક્ટર સહિત મામલતદાર અને પ્રાંત અધિકારીને આ મામલે લેખિત રજૂઆત બાદ હજુસુધી અધિકારીઓ કોઈ કાર્યવાહી કરાઈ નથી જેને લઇ માત્ર સામાન્ય લોકોને જ હેતુફેરનો કાયદો લાગુ પડતો હોય તેવું સ્પષ્ટ સાબિત થાય છે.