‘મંદીરમાં આરતી કરતા નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે અને તાળું મારી દઈશ’
અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી કરવા લોકોએ પોલીસ બોલાવવી પડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજા ફરી વિવાદમાં આવ્યાં છે બિગબજાર પાછળ અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી કરતાં ભક્તોને દાદાગીરીથી અટકાવવાનો પ્રયાસ કરી મંદીરમાં આરતી કરતા નહીં, નહીંતર લોહીયાળ ક્રાંતિ થશે અને તાળુ મારી દઈશ કહીં ધમકી આપતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
બનાવ અંગે રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર નવજ્યોત પાર્કમાં રહેતાં અને મવડી પ્લોટમાં શિવ ગ્રાઇન્ડીંગ નામનું કારખાનું ધરાવી વેપાર કરતાં જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણા ઉ.44એ પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે છેલ્લા 25 વર્ષથી સેવા આપે છે મંદિરમાં દર સોમવારે મહાઆરતીનુ આયોજન થાય છે જેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધી અનુસાર આરતી કરવામાં આવે છે. આરતીમાં દર સોમવારે અંદાજે 800 જેટલા માણસો પણ ભાગ લે છે અને સાંઇનગર સોસાયટી ખાતે રહેતા પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) પહેલા આ મંદિરના બનાવેલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ગઈ તા.21/04/2025 ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં સોસાયટીના લોકો દ્વારા અમરનાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામા આવનાર હોય જે બાબતે મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મહા આરતી લખેલુ એક બોર્ડ બેનર લગાવવામાં આવેલ હતુ. જેના એક દીવસ પહેલા ગત તા.20/04/2025 ના સાંજના 6 વાગ્યે પી.ટી.જાડેજાએ ફોન કરેલ અને તેઓની સાથે 45 મીનીટ સુધી વાત કરેલ હતી.
જેમાં મંદિરમાં આરતી ન કરવા ફરીયાદીને ધમકાવેલ અને બોલાચાલી કરવા લાગેલ જેથી તેઓએ ફોન રાખી દિધેલ હતો. ત્યારબાદ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ પી.ટી.જાડેજાએ ફરીથી ફોન કરેલ અને કહેલ કે, કાલે મંદીરમાં આરતી કરતા નહીં, નહીંતર લોહીયાળ ક્રાંતિ થશે અને હું મંદીરમાં તાળુ મારી દઈશ અને તું તો હવે મંદીરમાં આવતો જ નહી, તને તો હું જોઇ જ લઇશ અને તુ તો ગ્યો જ છે અને તલવાર લઇ ને ત્યાં જ બેસીસ તેમ કહી ગાળો આપી મંદિરમાં ન આવવા બાબતે ધમકી આપી હતી. બાદમાં બીજા દિવસે તેઓ મંદિરમાં લગાવેલ મહાઆરતી બાબતેના બોર્ડ બેનર પણ પોતે કાઢીને લઈ ગયેલ જેથી સાંજના આરતીના સમયે આરતીમાં કોઇ વિક્ષેપ ઉભો ન થાય જે બાબતે પોલીસને જાણ કરી પોલીસ બોલાવેલ અને મહાઆરતી પુર્ણ કરેલ હતી ત્યારબાદ ગત તા.23/04/2025 ના રાત્રિના સાડા નવેક વાગ્યે મ ફરીથી પી.ટી.જાડેજાએ ફોન કરેલ અને ધમકી આપેલ કે, તે દાદાગીરીથી આરતી કરેલ છે હવે જોયા જેવી થશે અને ફરીયાદી અને સેવા કરતા અન્ય સેવકો વિશે પણ અભદ્ર ભાષામાં ધમકી આપેલ હતી બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.પી.ચૌહાણ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
પી.ટી.જાડેજા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા પ્રબળ માંગ
બિગબજાર પાછળ આવેલા અમનરનાથ મહાદેવ મંદિરે મહાપૂજા કરવાની ના કહી ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ મંદિરના સ્વયંસેવકને લોહિયાળ ક્રાંતિ કરવાની તેમજ પોતે મંદિરની બહાર તલવાર સાથે બેસશે તેવી ધમકી આપી હતી. ત્યારે આજે અમરનાથ મંદિરે બહોળી સંખ્યામાં મંદિરના ટ્રસ્ટી અને ભાવિકોઓ સાથે મળીને ચેરીટી કમિશનર અને પોલીસ કમિશનરને પી.ટી.જાડેજા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. જસ્મીનભાઇ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે. આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આ આરતી બંધ કરાવવા માટે પી.ટી.જાડેજા ધમકી આપે છે.