વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત અને સાંસ્કૃતિક યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી હોલનું રૂા. 6 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે અને નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ નવનિર્મિત હોલનો ઉદ્ઘાટન સમારોહ આગામી તા. 17 ને શુક્રવારે સાંજે 6 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ હોલનું ઉદ્ઘાટન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાશે.

- Advertisement -
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર સમારોહમાં પ્રમુખસ્થાને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય મહેમાનપદે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના કમિશનર પી. આર. જોશી (આઈ.એ.એસ.), મેયર પ્રદિપભાઈ ડવ, સંસદસભ્ય રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા અને ડી.એમ.એલ. ગ્રુપના હરીશભાઈ લાખાણી વગેરે ઉપસ્થિત રહેશે.
આ તકે રાત્રે 9-00 વાગ્યા સુધી સંગીત સંધ્યા રાખવામાં આવી છે જેમાં સંગીત સંધ્યામાં સુરોજીત ગુહા (ચેન્નાઈ), સંગીતા મેલેકર (મુંબઈ), નિલીમા ગોખલે (મુંબઈ), ગોવિંદ મિશ્રા (મુંબઈ), મોહસીન શેખ (અમદાવાદ) વગેરે ધૂમ મચાવશે. આ પ્રસંગે મ્યુઝિક મેલોઝ ઓરકેસ્ટ્રાના રાજુભાઈ ત્રિવેદી જમાવટ કરશે.



