જૂનાગઢ શહેર અને ગિરનાર અને દાતારના પહાડો પર છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના કારણે પહાડો પરથી ઝરણાં શરુ થયા છે ત્યારે દાતારની ટેકરીઓ ઉપર સારા વરસાદના લીધે પર્વતની પાણી સીધું વિલિંગ્ડન ડેમમાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી દાતાર ટેકરી પરથી સારા વરસાદના લીધે ઝરણાં શરુ થયા તેનું સીધું પાણી ડેમમાં આવતા ગઈકાલ વિલિંગ્ડન ડેમ ઓવરફલો થતા લોકોમાં આનંદ છવાયો હતો અને સહેલાણીઓ આ ડેમનો નજારો જોવા ઉમટી પડ્યા હતા શહેરની નજીક આવેલ આ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થશે આ પહેલા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ પણ ઓવરફલો થયો હતો આમ જિલ્લામાં સારા વરસાદના લીધે નદી-નાળા છલકાય ઉઠ્યા છે અને ખેતી પાકને પણ ખુબ ફાયદો થયો છે.
Follow US
Find US on Social Medias