ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તરીકે જાહેર થયા બાદ પણ સ્થાનિકો અને રાહદારીઓને હેરાનગતિ તો પહેલાની માફક જ રહી ગઈ છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના રાજ હોટેલ પાસે આવેલા અંદરપાસમાં સામાન્ય વરસાદે પણ પાણી ભરાવાની સમસ્યા સામે લોકો વર્ષોથી પરેશાન છે ત્યારે રાહદારીઓને સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા તરીકે જાહેર થયા બાદ કેટલીક આશાઓ હતી જે હજુય પૂર્ણ થઈ શકી નથી ત્યારે દર વર્ષે અંદરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લીધે રાહદારીઓ અને સ્થાનિકોને ભારે પરેશાની થતા સામાન્ય વરસાદે ભરાઈ રહેતા પાણીનો નિકાલ અંગે કામગીરી કરવા માંગ કરી છે.
સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે પણ અન્ડર પાસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન
