ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
થાનગઢ પંથકમાં કોમસનું ગેરકાયદેસર ખનન હજુય અટક્યું નથી ચોટીલા પ્રાંત અધિકારીના અનેક પ્રયાસો છતાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાની કાળી કમાણી કરવા માટે ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલુ રાખે છે. ત્યારે થાનગઢના ભડુલા વિસ્તારમાં કોલસાનું ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતીને આધારે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા ભડુલા વિસ્તારમાં દરોડો કરતા ટ્રક નંબર આર જે 21 જી સી 9040 વાળામાં 50 ટન જેટલો કોલસાનો જથ્થો ભરેલો હોય તથા આસપાસ વિસ્તારના ગેરકાયદેસર કોલસાની ખાણો પરથી પાચ ચરખી સહિત કુલ 1.10 કરોડનો મુદામાલ જપ્ત કરી તપાસ કરતા સરકારી સર્વે નંબર 248માં આ ગેરકાયદેસર કોલસાનું ખનન ચાલતું હોવાનું સામે આવતા તમામ મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
થાનગઢના ભડુલા વિસ્તારમાંથી ગેરકાયદે કોલસાનું ખનન ઝડપાયું
