9 ફૂટથી ઊંચા તાજીયા બનાવવા પર પ્રતિબંધ : ડીજે માટે મંજૂરી ફરજિયાત
રાજકોટ પોલીસ કમિશનરનું આષાઢી બીજ અને મહોર્રમ તહેવાર અંતર્ગત જાહેરનામું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગામી દિવસોમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવારો અષાઢી બીજની રથયાત્રા અને મહોરમમાં તાજીયા યોજાનાર હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કારમાં આવ્યું છે જેમાં 1624 જવાનોનો બંદોબસ્ત તૈનાત રહેશે રથયાત્રાના દિવસે રૂટ ઉપર સવારથી રાત સુધી 12 કલાક તમામ વાહનોને નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જયારે 9 ફૂટથી ઊંચા તાજીયા બનાવવા, વેચવા અને પરિવહન ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે જયારે ડીજે માટે તાજીયા કમિટીએ મંજુરી લેવા જણાવાયું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં આગામી તહેવારો અન્વયે એક બેઠક યોજાઈ હતી જેમાં રથયાત્રા અને મહોરમના બંદોબસ્ત અંગે ચર્ચા થઇ હતી અષાઢી બીજ નિમિતે નાના મવાથી પ્રસ્થાન થતી ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રા જેકે ચોક, રૈયા રોડ, કિશાનપરા ચોક, સદર બજાર, સોરઠીયાવાડી સર્કલ, સ્વામીનારાયણ ચોક, મવડી ફાયર બ્રિગેડ, રાજનગર ચોક, નાના મવા સર્કલથી ફરી આશ્રમ ખાતે સમાપન થનાર હોય આ તમામ રૂટ ઉપર વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવ્યો છે બંદોબસ્તમાં 4 ડીસીપી, 6 એસીપી, 20 પીઆઈ, 93 પીએસઆઈ, એએસઆઈ, એસઆરપી, હોમગાર્ડ સહિત 1600 જેટલો જવાનો તૈનાત રહેશે આ ઉપરાંત આગામી તારીખ 5 અને 6 જુલાઈના રોજ મહોરમ નિમિતે તાજીયા જુલુસ નીકળવાનું હોય દરેક કમિટીઓને 9 ફૂટથી વધુ ઉંચાઈના તાજીયા બનાવવા, વેચવા કે પરિવહનની મનાઈ ફરમાવી છે આ ઉપરાંત નિયત કરેલા સ્થળે જ તાજીયા મુકવા, ધાર્મિક લાગણી દુભાય તેવા તાજીયા ન બનાવવા, રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર ન વગાડવું, ડીજે વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજુરી લેવી, તાજીયા રૂટની પણ મંજુરી લેવી સહિતની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે મહોરમનું જાહેરનામુંતારીખ 25 જુનથી 7 જુલાઈ રાત્રીના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.