શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડૉ.રાજદીપસિંહ જાડેજાએ પદગ્રહણ કર્યું
બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રણી હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ડો.રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. રાજદીપસિંહએ ખૂબ જ નાની ઉંમરે શરૂ થયેલી રાજકીય સફરમાં ઘણા મોટા આંદોલનો, યુવા ન્યાય ચળવળો, વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ અને કોંગ્રેસ પાર્ટી સંગઠનમાં ઘણા હોદ્દા પર રહીને એક એવું વ્યક્તિત્વનું સર્જન કર્યુ છે જે જાહેર સેવાને પ્રાથમિકતા આપે છે અને તેને બચાવવા માટે સતત કાર્યશીલ રહે છે. રાજકોટ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે વિધિવત રીતે પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી પાસેથી શહેર કોગ્રેસ પ્રમુખનો ચાર્જ લેતા પહેલા સવારે 8 વાગ્યે પ્રથમ નોરતુ હોવાથી પેલેસ રોડ પર મા આશાપુરાના આર્શીવાદ મેળવ્યા ત્યારબાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી.
આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય ખાતે હવન કરી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ડો.રાજદીપસિંહ જાડેજાએ પદગ્રહણ કર્યું. આ તકે બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ લલિત કગથરાએ પણ હાજરી આપી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ડો.રાજદીપસિંહ જાડેજાએ પદગ્રહણ કર્યા બાદ આગામી રણનીતિ વિશે જણાવ્યુ કે મનપા વિસ્તારના લોકોના પ્રશ્નો ઉઠાવશું અને તેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહેશું. તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ હતુ તેમાં પ્રજાના કાર્યો કરી ભાજપ સામે લડત આપીશું. આ ઉપરાંત કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવી પ્રજાના કાર્યો સરળતાથી થઇ શકે તે મારો ધ્યેય છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, 21 જૂને શનિવારે કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી સાથે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ કમિટીઓ માટે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
હંમેશા સંગઠનને સર્વોચ્ચ માનીને બધાને સાથે રાખવાની ભાવના રાખીએ છીએ : ડૉ.રાજદીપસિંહ જાડેજા
ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દાઓ માટે હંમેશા આક્રમક લડત ચલાવીએ છીએ. હંમેશા સંગઠનને સર્વોચ્ચ માનીને બધાને સાથે રાખવાની ભાવના રાખીએ છીએ. અમે ખૂબ જ મોટા આંદોલન કરીને ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે અને તેનું નિરાકરણ પણ લાવ્યા છીએ. આ સમય દરમિયાન, ઘણા પોલીસ કેસ થયા હોવા છતાં, અમે નિર્ભયતાથી લોકોના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ. આવનારા સમયમાં પણ લોકોના પ્રશ્ર્નોને વાચા આપતા રહીશું.
- Advertisement -
ડૉ. રાજદીપસિંહની રાજકીય સફર
જન્મ તારીખ : 17 માર્ચ 1980
શિક્ષણ : બી.કોમ, બી.પી.ઈ.ડી., એમ.પી.ઈ.ડી., પીએચડી
1998માં એનએસયુઆઈ કાર્યકર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી અને કોંગ્રેસ પાર્ટીના વિદ્યાર્થી કાર્યકર બન્યા.
1998માં રાજકોટ જિલ્લા એનએસયુઆઈ સચિવ અને ત્યારબાદ જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી
2003માં એનએસયુઆઈના પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલનો કરી એક વિદ્યાર્થી નેતા તરીકેની છાપ ઉભી કરી
2007માં ખૂબ જ નાની ઉંમરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જીતી હતી
2007થી યુનિવર્સિટીના ચૂંટાયેલા સેનેટ સભ્ય તરીકે વિદ્યાર્થીઓના હિત માટે લડ્યા અને આંદોલન કર્યું.
2012માં યુવા કોંગ્રેસે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જવાબદારી સંભાળી
2015માં ગુજરાત યુથ કોંગ્રેસના મહાસચિવ તરીકે ગુજરાત સંગઠન વિશે કામ કરવાની અને શીખવાની તક મળી.
2016માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં મોટી ચળવળોમાં ભાગ લીધો અને ગુજરાતના સંગઠનને મજબૂત બનાવ્યું.
2022થી ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળી