ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રઘુવંશી ફ્રેન્ડ્સ લેડિસ એન્ડ ચિલ્ડ્રન ક્લબ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે પ્રતિભા સન્માન સમારોહ, ધાર્મિક વેશભૂષા સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન તા. 29 ને રવિવારે સવારે 9-00 વાગ્યાથી કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. દિપ પ્રાગટ્ય સવારે 10-00 વાગ્યે મુખ્ય મહેમાનના હસ્તે કરવામાં આવશે. આ તકે 160 બાળકોને ફોટાવાળા શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા બહેનો વા.પ્રેસિડેન્ટ શોભનાબેન સોમૈયા, ચંદ્રીકબેન ભાયાણી, અનીતા કેસરીયા, કોમલ સોમમાણેક, ગીતાબેન રાજા, પલ્લવીબેન પોપટ, સોનલબેન સોમૈયા, મનીષાબેન કુંડલીયા, ઉષાબેન કુંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.