પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીનાં અસ્થિ કળશ સાથે રૂપાણી પરિવાર ત્રિવેણી સંગમ ખાતેે આવી પહોંચ્યો
શારદા મઠ યજ્ઞશાળા ખાતે તેના પરિવારે અસ્થિ પૂજન કર્યું: સ્થાનિક ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્તવિધિ કરવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગત 12 તારીખે અમદાવાદથી લંડન જતા વિમાનની દુર્ઘટના બની હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત 200 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.ત્યારે આજરોજ સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે રૂપાણી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્વ.વિજયભાઈ રૂપાણીના સ્થિતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.તેમના પત્ની અંજલિબેન અને પુત્ર ઋષભ સહિત સ્વજનો પણ આ વિધિમાં જોડાયા ઉપરાંત દિવંગત વિજયભાઈના સ્થાનિક ચાહકો પણ ઉમટી પડતા વાતાવરણ ગમગીન બન્યું.
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન અકસ્માતમાં જેમનો દેહાંત થયો છે તેવા તેઓના અસ્થિ કળશ સાથે પરિવાર પવિત્ર ત્રિવેણી સંગમ એ આવી પહોંચ્યો હતો. ત્રિવેણી સંગમ સામે આવેલ શારદા મઠ યજ્ઞશાળા ખાતે તેના પરિવારે અસ્થિ પૂજન કર્યું હતું જે પ્રભાસ તીર્થના પંડિત વિક્રાંત પાઠકે કરાવ્યું હતું આ પૂજન સમયે રાજકોટના નીતિન ભારદ્વાજ ધનસુખ ભંડેરી વિજયભાઈ સમગ્ર પરિવાર ઉદયભાઈ શાહ સહિત સોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ પવિત્ર ત્રિવેણી સંગમના જળમાં અસ્થિનું પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવામાં આવેલ હતું ત્યારબાદ સોમનાથ ત્રિવેણી ઘાટે સોમપુરા બ્રાહ્મણ સમાજ તથા સોમનાથ ટ્રસ્ટ તરફથી શોક મંત્રોચ્ચાર કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવી જ રીતે સમગ્ર પરિવારે વિજયભાઈ રૂપાણીના આત્માના શાંતિ અર્થે સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કર્યા હતા આ સમગ્ર શોકમય શ્રદ્ધાંજલિ માં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આગેવાનો સોમપુરા બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ રાજશીભાઈ જોટવા અને જયદેવ જાની ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી