સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે 40 ગામોમાં મતદાન યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી જીલ્લાના 40 ગામોમાં રવિવારે ગ્રામ પંચાયત ચુંટણી માટે મતદાન યોજાશે જેમાં 27 ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચુંટણી, 5 ગામોમાં સરપંચ પેટા ચુંટણી, 4 ગામોમાં સરપંચ અને વોર્ડ પેટા ચુંટણી તેમજ 4 ગામોમાં વોર્ડ પેટા ચુંટણી માટે મતદાન કરવામાં આવશે
- Advertisement -
મોરબી જીલ્લાના કુલ 79 મતદાન મથકો પર ચુંટણી યોજશે જેમાં 40 જેટલા સંવેદનશીલની કેટેગરીમાં સામેલ છે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં 34, માળિયા તાલુકામાં 03, હળવદ ત્લૌકામાં 13, ટંકારા તાલુકામાં 6 અને મોરબી તાલુકામાં 23 મતદાન મથકો પર ચુંટણી યોજાશે ગ્રામ પંચાયત ચુંટણી માટે કુલ 377 પોલીંગ સ્ટાફ કાર્યરત રહેશે અને 113 જેટલો સ્ટાફ રીઝર્વ રાખવામાં આવ્યો છે
મોરબી જીલ્લામાં 27 ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચુંટણી, 5 ગામોમાં સરપંચની પેટા ચુંટણી, 4 ગામોમાં સરપંચ અને વોર્ડની પેટા ચુંટણી, 4 ગામોમાં વોર્ડની પેટા ચુંટણી યોજાશે જીલ્લાના 40 ગામોમાં મતદાન માટે તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી છે



