રાજકોટમાં વિજ્ઞાન જાથા અને જીવનનગર સમિતિ અને જ્ઞાનજીવનના રહીશોના સંયુક્ત ઉપક્રમે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત જન વિજ્ઞાન જાથા, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, જાથા એસ્ટ્રોનોમી કલબ અને મહાદેવધામ સત્સંગ મંડળ ઉપક્રમે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિમાની મુસાફરો અને દિવંગતોને રહીશોએ સામુહિક પ્રાર્થના સાથે કેન્ડલ માર્ચ, શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વોર્ડ નં. 10 ના ભા.જ.5. ના હોદ્દેદારો ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, કેતન મકવાણા, ભાવેશ બુંદેલા, વિપુલ પંડયા, શ્યામભાઈ ડાભી, વિનોદરાય ભટ્ટની હાજરીમાં ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વોર્ડ ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણીએ સમગ્ર રાજકોટે આઘાત અનુભવ્યો હતો. વોર્ડના વિપુલભાઈ પંડયા, સમિતિના પ્રમુખ જયંતભાઈ પંડયા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસે રહીશોને જણાવ્યું કે આપણે સૌ વિજયભાઈનું ઋણ અદા કરીએ છીએ. સૌમ્ય સ્વભાવ, કર્તવ્ય નિષ્ઠા કાયમ ચિરંજીવ રહેશે. તેજસ્વી તારો આપણા વચ્ચેથી એકાએક ગાયબ થઈ ગયા તેનું દુ:ખ છે.
ખોટ કદી પુરાશે નહિ. તમામ વિમાની મુસાફરો, દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. મહાદેવધામમાં વિજયભાઈ પરિવારનું યોગદાન યાદ કરવામાં આવ્યું હતું. રૂપાણી પરિવારને શોક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
જાથાના જયંત પંડયાએ વિજયભાઈ રૂપાણીના કાર્યો, કાર્યપદ્ધતિ, જીવન શૈલી, સદ્દભાવનાને યાદ કરી અમુક વ્યકિત કાયમી ચિરંજીવ રહે તેના દાખલા આપી સમગ્ર રાજકોટ ગુજરાતના નાગરિકોએ સ્નેહભાવ રજૂ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સમિતિના વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, બારોટભાઈ, અનંતભાઈ ગોહેલ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, જયોતિબેન પુજારા, વાસંતીબેન ત્રિવેદી, શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, ભકિતબેન ખખ્ખર, નેહાબેન મહેતા, હિરાબેન બારોટ સહિત રહીશોએ હાજરી આપી હતી.