આવકના દાખલા સહિતના મહત્વના અનેક ડોક્યુમેન્ટ માટે રોજ હજારો લોકો કચેરીએ આવે છે
કેટલાંક અરજદાર સવારે 8 વાગ્યાથી પહોંચી જાય છે છતાં 2 વાગ્યા સુધી વારો આવતો નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલ શાળાઓ શરૂ થઇ ગઇ છે ત્યારે મોટાભાગે શાળામાં જાતિના દાખલા સહિત અનેક મહત્વના દાખલા આપવાના હોય ત્યારે લોકો રાજકોટની જૂની મામલતદાર કચેરીએ તે કઢાવવા માટે પહોંચે છે. પરંતુ રાજકોટની મામલતદાર કચેરીએ છેલ્લા ત્રણ દિવસથી સર્વરડાઉન હોવાનું મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કહેવામાં આવતા અનેક અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુશ્કેલી અંગે વર્ણન કરતા એક અરજદાર અસલમભાઇએ જણાવ્યુ હતુ કે મારા બાળકની સ્કૂલમાં આવકનો દાખલો આપવાનો હોવાથી હું મારુ કામકાજ છોડી મામલતદાર કચેરીએ આવકનો દાખલો કઢાવવા આવ્યો હતો પરંતુ પહેલા દિવસે સર્વર ડાઉન છે તેવુ કહેવામાં આવતા હુ બપોરના બે વાગ્યા નીકળી ગયો હતો. બીજા દિવસે આવતા ફરી આ જ પરિસ્થિત સર્જાઇ હતી ત્યારે હું છેલ્લા ત્રણ દિવસથી જૂની મામલતદાર કચેરી ધક્કા ખાઉ છુ છતા મારો આવકનો દાખલો નીકળતો નથી. આ માત્ર મારી જ સમસ્યા નથી મારા જેવા 100થી વધુ અરજદારો આ રીતે હરેન પરેશાન થઇ રહ્યા છે. સ્ટાફ દ્વારા સહયોગ પણ આપવામાં આવતો નથી કે તેવું જણાવવામાં પણ આવતુ નથી કે સર્વર બંધ હોવાથી બે દિવસ ન આવતા. અમે અહીં સવારના આઠ વાગ્યના આવી જાય પછી બપોરના બે વાગ્યે તેવુ કહી દેવામાં આવે છે કે સર્વર ડાઉન છે. ત્યારે તાકીદે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને આ સમસ્યાનું નિવારણ થાય તે જરૂરી છે જેથી લોકોને હેરાન થવુ ન પડે.