- આજે ઋષિ પંચમીએનો તહેવાર ઉજવાશે
- અજાણતા કરાયેલી ભૂલ માટે ક્ષમા માંગવાની પરંપરા
- કરી લો આ ખાસ ઉપાયો,મળશે સફળતા
ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમીએ ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે અજાણતા કરાયેલી ભૂલો માટે ક્ષમા માંગવાની પરંપરા છે. આજે સ્ત્રી પુરુષો ભૂલને માટે સપ્ત ઋષિને માટે વ્રત કરે છે અને તેમના આર્શીવાદ મેળવે છે. આ દિવસે પિતૃઓના નામથી દાન કરીને પણ તમારા રોકાયેલા કામને પૂરા કરવામાં સફળતા મળી શકે છે. તો જાણો વ્રતની ખાસ રીત.
આ રીતે કરો વ્રત
સૂર્યોદય પહેલા સ્નાન કરો અને સ્વચ્છ આછા પીળા કપડા પહેરો. ઘરના મંદિરને ગંગાજળથી શુદ્ધ કરી લો અને સુગંધની વ્યવસ્થા કરો. એક લાકડાના પાટિયા પર સપ્ત ઋષિનો ફોટો અને વિગ્રહ લગાવો હવે તેમની સામે જળ કળશ ભરીને રાખો. સપ્ત ઋષિને ધૂપ અને દીવો કરીને પીળા ફળ અને ફૂલ તથા મિઠાઈ અર્પણ કરો. હવે સપ્ત ઋષિની સામે પોતાની અજાણતા કરાયેલી ભૂલો માટે માફી માંગો અને અન્યની મદદ કરવાનો સંકલ્પ કરો. લોકોએ વ્રત કથા અને આરતી કરી લીધા બાદ પ્રસાદ વહેંચવો. વડીલોના આર્શીવાદ લેવા.
- Advertisement -
આ ઉપાયોથી દૂર થશે મુશ્કેલીઓ
ઋષિ પંચમીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્વચ્છ કપડા પહેરો. 11 નાની લીલી એલચી લો અને તેને ભગવાન ગણપતિ સામે એક પ્લેટમાં રાખો. ભગવાનની સામે ગાયના ઘીનો દીવો કરો અને પીળું ફળ રાખો. હવે લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાયે નમઃનો 108 વાર જાપ કરો. ભગવાન ગણપતિ અને સપ્તર્ષિયોની પાસે ભૂલની માફી માંગો અને બુદ્ધિ તથા વિદ્યાના આર્શીવાદ માંગો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓ જલ્દી દૂર થશે.
પિતૃઓના આર્શીવાદથી વધશે ધન
આજના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો, ઘરની રસોઈને સાફ કરીને શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો. ઘરના દક્ષિણ દિશઆમાં પિતૃઓનો ફોટો રાખો. અને ઘીનો દીવો કરો. 5 અલગ અલગ પાન પર થોડી ખીર રાખો અને એક એક એલચી રાખો. ઓમ શ્રી પિતૃદેવાય નમઃ મંત્રનો 27 વાર જાપ કરો અને 5 પાનને પીપળાના ઝાડની નીચે અર્પણ કરો. આ સિવાય પિતૃઓના નામથી જરૂરિયાત મંદ લોકોને ભોજન પણ કરાવો.
- Advertisement -
ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત કથા:
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.
એક પૌરાણીક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે.
વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી.આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા.પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.
એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.
પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી. આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.