મંજૂરી વગરની ખાનગી એમ્બ્યુલન્સ ડીટેઈન કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢના માર્ગો ગીચ છે અને ટ્રાફિક દિવસે-દિવસે વધી રહ્યો છે. આડેધડ વાહન પાર્કિંગના લીધે ટ્રાકિક સમસ્યા વધુ થાય છે. આજે ટ્રાફિક પોલીસે શહેરના એમજી રોડ ચિત્તાખાના ચોક, ગાંધીચોક, એસટી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, તળાવ તળાવ રીઠ, આઝાદ ચોક, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી, જેમાં રોડ પર પાર્ક કરેલી 25 જેટલી રિક્ષાના ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આડેધડ પાર્ક થયેલી કારને લોક કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન એક એમ્બ્યુલન્સ જોવા મળી હતી. ખાનગી , કારમાં આર્ટીઓનું કોઈપણ રજીસ્ટ્રેશન કે મજુરી વગર એમ્બ્યુલન્સ તરીકે ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું ટ્રાફિક પોલીસે ડિટેઈન કરી આ ઈકો એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા આરટીઓને લેખિતમાં જાણ કરી છે.
- Advertisement -
જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા મુસાફરોને ભેસાડવા-ઉતારવા માટે રોઠ પર ગમે ત્યાં ગમે ત્યારે રિક્ષા ઉભી રાખી દેવામાં આવે છે. જેના લીધે પાછળ આવતા વાહન ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહે છે. ટ્રાફિક પોલીસે આ રિક્ષા ચાલકોને બોલાવી ટ્રાફિક નિયમનની સમજણ પણ આપી હતી.



