આદર્શ દંપતીની સમગ્ર સમાજને પ્રેરણાદાયી અપીલ: જીવન પછી પણ કંઈ શ્રેષ્ઠ કરવું
ડીઝીટલ માધ્યમ થકી 3 કરોડ વિધાર્થીને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
પુત્ર અને પુત્રવધુના શ્રેષ્ઠ સંકલ્પથી પ્રેરાઈને બલદેવ પરીના માતૃશ્રી જયાબેન જવેરપુરી પણ પોતાની સંપૂર્ણ સહમતિથી બંને આંખોનું શરીર છૂટ્યા બાદ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે. સમાજ માટે માર્ગદર્શક બની રહે તેવા એક શ્રેષ્ઠ દંપતીનું ઉદાહરણ પૂરું પાડતા બલદેવપરિ અને શ્રીમતી ભાવનાબેન પરિ એક અનોખો સંકલ્પ જાહેર કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના કાથરોટા માધ્યમિક શાળાના ગણિતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અને સમગ્ર રાષ્ટ્રમાં પોતાના આગવા અભિગમ માટે ઓળખાતા બલદેવપરિ અને તેમના જીવનસાથી શ્રીમતી ભાવનાબેન પરિ જેઓ છેલ્લા 25 વર્ષથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જયારે તારીખે, 1 જૂન 2025ના રોજ તેમની 58મી જન્મદિવસે અને આગામી 30 જૂન 2025ના રોજ સેવા નિવૃતિના અવસરે નવી અન્ય સેવામાં પ્રવૃત્તિ થવાની સાથે સાથે માનવ શરીરની અનિશ્ચિતતા ને ધ્યાને લઈ દેહદાનનો એક મહત્ત્વપૂર્ણ માનવ સેવા સંકલ્પ જાહેર કરી રહ્યા છે.
તેઓ બંને પતિ-પત્ની સંતોષકારક વ્યક્તિત્વ અને વ્યવસાયિક જીવન જીવી હવે દેહદાની શ્રેષ્ઠ ભાવનાથી ચિકિત્સા ક્ષેત્ર અને માનવતાની સેવા માટે પોતાનું શરીર સ્વૈચ્છિક રીતે દાનમાં આપવાનો નિર્ણય જાહેર કરે છે. શ્રીમતી ભાવનાબેન અને શ્રી બલદેવપરિના જણાવ્યા મુજબ બાળપણથી યુવાની અને જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા પછી, હવે શરીર યાત્રાના અંતે પણ તેનાથી વધુમાં વધુ સારું અને ઉપયોગી કાર્ય થવું જોઈએ, તેવો ભાવ છે. તેમના સંતાનો દિકરી હરસિદ્ધિ અને પુત્ર જનાર્દનની સંમતિથી, તેમને ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલ, જુનાગઢને દેહદાન કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો છે, જેથી ભવિષ્યના વિદ્યાર્થીઓ માનવ શરીરના અભ્યાસમાં તેને ઉપયોગી બનાવી શકે. આ અંતર્ગત તે બંનેનું માનવું છું કે જો એક માણસ તેમના સહશરીરે માત્ર બે આંખોના દાન નો સંકલ્પ કરે તો બે લોકોને દ્રષ્ટિ મળી શકે છે જે વ્યક્તિગત સ્તરે તો અમૂલ્ય ભેટ સમાન છે. જે ભૌતિક સંપત્તિથી ખરીદી શકાતું નથી. શ્રીમતી ભાવનાબેન પરિ તેમના પતિ બલદેવપરિ પ્રત્યે હ્રદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જેમણે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતાં, ડિજિટલ માધ્યમના ઉપયોગથી ટોટલ ફ્રી એજ્યુકેશન ના પવિત્ર હેતુ માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ કરોડ વિદ્યાર્થીઓ આ અભિયાનથી લાભાન્વિત થયા છે.વિદ્યાર્થીઓ માટે www.baldevpari.com વેબસાઈટ અને play store dp„ MATHS PARI મોબાઈલ એપ્લિકેશન દ્વારા ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયોના અભ્યાસસામગ્રી ઉપલબ્ધ છે.આ ઉપરાંત, જીવન મૂલ્યો અને ભાવનાત્મક બળ આપતા હેતુથી શ્રીમતી ભાવનાબેન દ્વારા રચિત પ્રેરણા પુષ્પ નામ થી યુટ્યુબ વિડીયો માં 108 પ્રેરણાદાયી વાર્તાઓ પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જે અનેક વિદ્યાર્થીઓ અને પેરેન્ટસ માટે માર્ગદર્શક બની શકે છે. અંતમાં, આ પવિત્ર યાત્રામાં અમારા ઉદ્દેશ અને ઉમંગને સમર્થન આપનાર તમામ મિત્રગણ અને સંસ્થાઓનો દિલથી આભાર માનીએ છીએ.



