કુલ 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 2ને ઝડપી લેવાયાં
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
માળીયા (મી.) પંથકમાં સ્ટેટ
મોનીટરીંગ સેલની ટીમ એકાએક ત્રાટકી હતી અને ભુસાની આડમાં છુપાવી લઈ જવાતો દારૂનો મસમોટો જથ્થો જપ્ત કર્યો હતો. જખઈ ટીમે 7213 બોટલ દારૂનો જથ્થો તેમજ વાહન અને અન્ય મુદામાલ સહિત 1.15 કરોડનો મુદામાલ કબજે લીધો છે અને બે આરોપીને ઝડપી લીધા છે. જખઈ ની એકાએક કરાયેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે માળીયા રેલવે ક્રોસિંગ, માળીયા જામનગર હાઇવે પરથી ટ્રકમાં ભુસાની આડમાં છુપાવી લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જખઈ ટીમે બાતમીને આધારે ટ્રકને માળીયા રલેવે ક્રોસિંગ પાસે આંતરી લીધી હતી જે ટ્રકની તલાશી લેતા દારૂની 7213 બોટલ કિમત રૂ 92,69,100 નો જથ્થો મળી આવતા ટીમે દારૂનો જથ્થો તેમજ 20 લાખનો ટ્રક, ભુસા બેગ 200 કિમત રૂ 2,91,000 રોકડ રૂ 4450 અને મોબાઈલ કિમત રૂ 5000 સહિત કુલ રૂ 1,15,69,550 નો મુદામાલ જપ્ત કર્યો છે. તો સાથે જ જખઈ ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ નાથા મોરી રહે દરેડ ગામ જામનગર અને લીલા ટપુ મોરી રહે દરેડ જામનગર એમ બે આરોપીને જડપી લીધો છે જ્યારે અન્ય આરોપી અન્ય પાંચ આરોપીઓ અરજન આલા કોડિયાતર, ભરત જીગો સોમાભાઇ કોડીયાતર, ટ્રક જીજે 10 ટીટી 9185 નો માલિક, પંજાબથી સપ્લાય કરનાર આરોપીના નામો ખૂલતાં વધુ તપાસ હાથ ધરી છે.