API લાઈવ ન થવાથી દર્દીઓ સારવારથી વંચિત
દર્દીઓ દિવસો સુધી સારવારની રાહ જુએ છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
દેશભરમાં જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ઘણા સમયથી કોઈને કોઈ ટેકનિકલ તકલીફોના કારણે અનેક લાભાર્થીઓ માટે પરેશાનીનુ મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને અઙઈં લાઈવ થવામાં આવતો વિલંબ અને સોફ્ટવેર અપડેટના વિલંબિત સમયગાળો હાલ યોજનાનાં લાભાર્થીઓ માટે અને સરકાર માટે પણ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હકીકત એ છે કે, અનેક નાગરિકો રેશનકાર્ડમાં નામ તો ધરાવે છે. તેમજ મર્યાદિત આવકનો દાખલો પણ સબંધિત વિસ્તારના મામલતદાર કે, તાલુકા વિકાસ અધિકારી અથવા ગ્રામપંચાયત દ્વારા નિયમોનુસાર લાભાર્થીઓ દ્વારા મેળવી લેવામાં આવતો હોય છે. સમસ્યા તો ત્યારે ઉદભવે છે કે નિયત મર્યાદાની આવકનો દાખલો અને રેશનકાર્ડ આધારકાર્ડ હોવા છતાં પણ ઙખઉંઅઢ પોર્ટલ પર અઙઈં લાઈવ થવામાં 5 થી 7 દિવસ જેટલો સમય લાગતો હોવાના કારણે અનેક લાભાર્થીઓ કટોકટીના સમયમાં મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. પરિણામે દર્દીઓને તાત્કાલિક સારવાર ન મળતી હોવાના કારણસર તેમને આરોગ્ય સંકટમાં દાખલ થવું પડે છે અને સિસ્ટમ અપડેટ થાય તેટલા દિવસ સુધી સર્જરી અને જરૂરી સારવાર વગર રાહ જોતા પથારીવશ થવું પડે છે.
- Advertisement -
ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી સ્પિટલોમાં સર્જાતી દયનીય સ્થિતિ જોતા ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે સરકારની ખુબજ જરૂરી આરોગ્યલક્ષી યોજના છેવાડાના લાભાર્થીના ખરેખર જરૂરી સમયમર્યાદા માટે કામ આવતી નથી. આ દિરઘવિધિ અને ટેકનિકલ અવરોધોને કારણે દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં અવાજવી કરી રહ્યા છે. લાઈવ ન થતા યોજનાના પોર્ટલ પર જરૂરી સારવાર માટે નિયત પેકેજ અને એપ્રુવલ મળતી નથી અને પરિણામે તેમને દર્દીઓને દાખલ થયા બાદ લાભાર્થીના સગાઓને ચાતક જેવી રાહ જોતા નજરે પડે છે, જે સરકારની સ્વાસ્થ્ય સૌ માટેની દિશામાં કરેલી પહેલ માટે શરમજનક સ્થિતિ સર્જે છે. ખરેખર તો આ પરિસ્થિતિ તંત્રની ભૂમિકા પર પ્રશ્ર્નાર્થ કરી રહી છે કે ડિજિટલ ભારતમાં એક સામાન્ય પોર્ટલ પર યોજનાના લાભાર્થીઓને શા માટે હેરાન થવું પડે છે? તાલુકા અને જિલ્લા તંત્રની ભૂમિકા સાથે ગુજરાત સરકાર પર પણ આ અંગે અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે.
ખાસ કરીને જરૂરિયાત સમયે ગ્રામપંચાયત, મામલતદાર કચેરી અને ઝઉઘ કચેરી દ્વારા આવકના દાખલાં સમયસર આપવામાં તો આવે જ છે. પણ અઙઈં લાઈવ થવા અને ડેટા ઙખઉંઅઢ પોર્ટલ પર અપલોડ થવામાં લાંબો સમય લાગે છે, સિસ્ટમમાં સમન્વય ન હોવાને કારણે દર્દીઓ એ વચ્ચે પીસાઈ જાય છે. સ્થાનિક નાગરિકો, આગેવાનો અને યોજનાના લાભાર્થીઓ માંગ કરી રહ્યા છે કે ખાસ અઙઈં લાઈવ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ. તેમજ દરેક લાભાર્થી માટે ઙખઉંઅઢ કાર્ડ તાત્કાલિક મળે તે માટે નિશ્ચિત વ્યવસ્થા કરવી પણ જોઈએ તેમજ આ કામગીરી માટે વપરાતા સોફ્ટવેર તેમજ વેબસાઇટ અપડેટ અને ટેકનિકલ કામગીરી માટે ખાસ ટીમ ગોઠવવી જોઈએ અને દિવસને બદલે રાત્રિના સમયે આ કામગીરી કરવી જોઈએ. PMJAY હેલ્પલાઇન અને સહાય કેન્દ્રો વધુ અસરકારક બનાવવાં જોઈએ જેથી લાભાર્થીઓને સમયસર સુવિધા મળી રહે. ખાસ યોજના અંગે ગ્રામ્ય વિસ્તારમાં વધુ જાગૃતિ ફેલાવવી જોઈએ જેથી ઙખઉંઅઢ જેવી સુવિધાઓ ત્યારે જ અસરકારક બની શકે, જ્યારે તે સમયસર લાભાર્થી સુધી પહોંચે. હાલની સ્થિતિમાં ટેકનિકલ ગડબડ અને અઙઈંના અવરોધો આયુષ્માન ભારત જેવી યોજનાના મુખ્ય હેતુ સામે પડકારરૂપ બની રહ્યા છે. હવે જરૂરી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં લઈ તંત્ર અને ટેકનિકલ ટીમ વચ્ચે વધુ સક્રિય સંકલન સાધે, જેથી સારવાર માટે આવી રહેલા સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેવી માંગ પણ જાગૃત લાભાર્થીઓ દ્વારા ઉઠવા પામી છે.