જમીન વિવાદમાં કાકા અને ભાઈ સહિતનો છરીથી હુમલો : પિતાની હત્યા, પુત્ર ગંભીર
ગોંડલ તાલુકા પોલીસે દોડી જઈ આરોપીઓને પકડવા ચક્રો કર્યા ગતિમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે ગત રાત્રે વાડી વિસ્તારમાં જમીનના વિવાદમાં ખૂની ખેલ ખેલાયો હતો જ્યાં કાકા, ભાઈ સહિતના દ્વારા પિતાની હત્યા કરાઈ હતી, પુત્ર પર જીવલેણ હુમલો કરાયો હતો ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વારસાઈ જમીનના ડખ્ખામાં થયેલ હત્યા અંગે ગોંડલ તાલુકા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી
બનાવ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ, ગઈકાલે મોડી રાત્રે વોરા કોટડા ગામે વાડી વિસ્તારમાં વાડીએ સુતેલા પિતા પુત્ર ઉપર તેમના કૌટુંબીક ભાઈઓએ જ છરી જેવા તીક્ષણ હથિયાર વડે હુમલો કરતાં રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા ઉં.50 અને તેમના પુત્ર અનિલભાઈ રમેશભાઈ સાકરીયા ઉ.23 બંને ઘાયલ થતા તત્કાલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈને મૃત જાહેર કરાયા હતા જ્યારે અનિલને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાંથી વધુ માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો હત્યામાં સામેલ અજય ચીનુ સાકરીયા અને તેના પિતા ચીનુ જીણા સાકરીયા, અજયની પત્ની હેતલ અને ચીનુભાઈની પત્ની તેમજ બે અજાણ્યા શખ્સ સામે હત્યા, હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવા ગોંડલ તાલુકા પોલીસે તજવીજ કરી હતી મૃતકના પરિવારની પૂછતાછમાં આરોપી ચીનુભાઈ જીણાભાઈ સાકરીયા રાજેશભાઈના સગા કાકા છે બંને વચ્ચે જમીન વિવાદ ચાલતો હોવાથી આશરે 25 વર્ષથી તેમના પરિવાર સાથે અબોલા છે. શેઢા પાડોશી હોવાથી અવારનવાર વાડીમાંથી હલણના પ્રશ્ન અંગે વિવાદ થતો રહેતો હતો આરોપીઓએ ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું હોવાથી મારા દાદા નાથાભાઈ જીણાભાઈ સાકરીયાએ ગત સાંજે ચિનુભાઈને આ અંગે કહ્યું હતું કે, તે અમારા ખેતરમાં કેમ રોટાવેટર ચલાવી દીધું. સાંજે જ્યારે બોલાચાલી થઈ ત્યારે ચીનુભાઇનેએ ઝઘડો કરીને ચાલ્યા ગયા હતા જે પછી ગત રાત્રે ચિનુ, તેનો દીકરો અજય, ચિનુની પત્ની અજયની પત્ની હેતલ અને બે અજાણ્યા શખ્સો અમારી વાડી ખાતે આવ્યા હતા દાદા નાથાભાઈને ધમકાવી ઝઘડો કરતા હતા દાદાને આરોપીઓ ધમકાવતા હતા ત્યારે રાજેશભાઈ અને અનિલ બંને સુતા હોય દેકારાનો અવાજ થતાં તેઓ ઊઠીને જોવા જતા આરોપીઓ દાદાને ધમકાવતા હતા.
જે જોઈ પિતા-પુત્ર બંને વચ્ચે પડ્યા હતા ત્યારે આરોપીઓ પાસે છરી જેવું તીક્ષ્ણ હથિયાર હોય તેના આડેધડ ઘા પિતાને પેટમાં અને વાસાના ભાગે મારી દીધા હતા ઉપરાંત અનિલ વચ્ચે પડતા તેને પણ પેટના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા મારી આંતરડા બહાર કાઢી દીધા હતા અને વાસામાં છરીના ઘા માર્યા હતા પિતાનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું જ્યારે અનિલને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ ચાર ભાઈ એક બહેનમાં ચોથા નંબરના હતા તેમને સંતાનમાં ત્રણ દીકરા કલ્પેશભાઈ, અનિલભાઈ અને હસ્તિન ભાઈ છે ત્રણ પુત્રોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.