દરિયો ખેડવા જવાની મનાઈથી હજારો બોટો કાંઠે લાંગરી દેવાઈ: સીઝનનાં અંતિમ દિવસોમાં સાગર ખેડૂતો મુશ્કેલીમાં
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લો દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યારે જાફરાબાદ સમગ્ર પંથક માત્ર મત્સ્યોદ્યોગ ઉપર નિર્ભર હોય. આ વિસ્તારમાં 700 થી વધુ બોટ દરિયાય વ્યવસાય સાથે સંકળાયેલ છે. છેલ્લા કેટલાંક સમયથી ઉભી થયેલ પરિસ્થિતના કારણે માત્ર જાફરાબાદ પંથકના માચ્છીમારોને જ અંદાજીતરૂપિયા 60 કરોડનું નુકસાન થયાનો અંદાઝ છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં ચોમાસાની સીઝનના કારણે સાગરખેડુ દરિયામાં જઈ નહીં શકે તેના કારણે પણ આ પંથકના મત્સ્યઉદ્યોગને વધુવાર નુકસાન સહન કરવાનો સમય આવી શકે તેમ છે.જાફરાબાદ પંથકમાં મુખ્ય વ્યવસાય મત્સ્યોદ્યોગ ઉપર નિર્ભર છે ત્યારે જાફરાબાદ પંથક વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપે છે. પરંતુ દરિયાના પેટાળમાંથી સાચા મોતી શોધી લાવવા સુધીની આવડત અને હિંમત આ પંથકના સાગરખેડુમાં છે.પરંતુ આ જાફરાબાદ પંથકમાં દર વર્ષે વાવાઝોડા, ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન તથા અન્ય ઘણાં જ કારણોસર સાગરખેડુ દરિયો ખેડવા માટે જઈ શકતા નથી. જેને લઇ આ પંથકના સાગરખેડુને ભારે નુકસાન સહન કરવાનો સમય આવે છે.
છેલ્લા કેટલાંક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતકવાદની ઘટનાને લઇ સાગર ખેડુને દરિયો ખેડવા માટે થઈ મુશ્ર્કેલી ઉભી થવા પામેલ હતી અને હજુ તેમાંથી સાગરખેડુ ઉભરી શકયા ના હતા.
ત્યાં હવામાન ખાતાએ દરિયામાં વાવાઝોડું ઉભું થવાની આગાહી કરતાં દરિયામાં ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવામાં આવતાં જાફરાબાદના દરિયા કાંઠે તમામ બોટ પરત આવી જવા પામેલ છે. જેને લઇ માત્ર જાફરાબાદ પંથકના મત્સ્ય ઉદ્યોગને અંદાજીત રૂપિયા 60 કરોડનું નુકસાનથયાનું બોટ એશોસિએશનના પ્રમુખ કનૈયાલાલે જણાવ્યું હતું.



