ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત તા.20 એ શોભાયાત્રાથી કરવામાં આવી હતી.ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન પંચાગ કર્મ, મંડપ પ્રવેશ, આરતી પૂજન, પ્રાત: પુજન, શાંતિ પૌષ્ટિક હવન, પ્રસાદ વાસ્તુ, અષ્ટ દીક્ષુ હવન, મૂર્તિ પ્રવેશ, પ્રાણ પ્રતિષ્ઠા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.ઉપરાંત તા.25 ને રવિવારના રોજ સંતવાણી લોક ડાયરાનું આયોજન રાત્રે 9 થી 12 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે અને તા.26 ને સોમવારે બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જોડાવવા તમામ ભક્તજનોને ચૈતન્યવીર હનુમાન મંદિરના મહંત અંબુજદાસ બાપુ તેમજ ભક્તજનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વેરાવળના રાજેન્દ્ર ભુવન રોડ સ્થિત ચૈતન્યવીર હનુમાન મંદિરે શનિદેવની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Follow US
Find US on Social Medias