ફાયર NOC વિનાના જીમ, સ્પા ધ્યાને આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાની મિલ્કતો કાયદેસર છે કે કેમ તેની તપાસ મનપા તંત્રએ હાથ ધરી છે. ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ નાસતો ફરતો ધીરેન કારીયા અને તેનો પુત્ર પરમ વિરુદ્ધ અન્ય શખ્સ મારફત વિદેશી દારૂના વેચાણનો ગુનો તાજેતરમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં બંને નાસતા ફરતા હોય ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલની ટીમે જૂનાગઢમાં મધુરમ વંથલી રોડ પર સાઈબાબા મંદિર સામે ક્રોસ રોડ મેગામોલ નામના બિલ્ડિંગના ચોથા માળે ફીટ બટાલ્યન જીમ ખાતે તપાસ હાથ ધરી હતી પરંતુ પિતા પુત્ર મળી આવેલ નહીં. જીમના ઓનર મધુરમ એન્જલ પાર્ક સોસાયટીમાં રહેતા દેવેજકુમાર મયુરભાઈ બોરીચાની પૂછપરછ કરતા જીમની જગ્યા ધીરેન અમૃતલાલ કારીયાની હોવાનું અને પાર્ટનરમાં માસિક રૂપિયા 60,000ના ભાડેથી રાખી હોવાનું જણાવ્યું હતું.
તપાસમાં જીમ માટે ફાયર એનઓસી પણ મેળવેલ ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ ક્રાઈમ બ્રાન્ચે ક્રોસ રોડ મેગા મોલ બિલ્ડીંગના બીજા માળે આવેલ ફેમિલી સ્પામાં તપાસ કરી હતી. જેમાં સ્પા મેનેજર નૈમિષ જીતેશભાઈ સેંજલીયાની પણ પૂછપરછ કરતા તેની પાસે પણ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યુ હતું. હવે આ મામલામાં બંને જગ્યાની મનપાની મંજૂરી મેળવેલ છે કે કેમ તેમજ મંજૂરી મેળવતી વખતે ફાયર એનઓસી રજુ કરવામાં આવેલ છે કે કેમ તે દિશામાં મનપા તંત્રએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા
મળેલ છે.
કારીયાએ ઇમ્પેક્ટ ફી ભરવા અરજી કરી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બુટલેગર ધીરેન કારીયાએ તેના ધ ક્રોસ રોડ મેગામોલ બિલ્ડિંગમાં ભાડે આપેલ જગ્યાએ જીમ અને સ્પા ફાયર એનઓસી વિના ધમધમતુ હોવાનું સામે આવ્યું હતું. બુટલેગર જેલમાં હતો ત્યારે 6 મહિના પહેલા ભાડા કરાર કર્યો હોવાનું ધ્યાને આવતા એલસીબી એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ધ ક્રોસ રોડ મેગામોલ બિલ્ડિંગના માળની બાંધકામ પરમિશન લીધી ન હોય જેથી ધીરેન કારીયાએ ઇમ્પેક્ટ ફી ભરવા માટે મનપામાં અરજી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.



