ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્ષત્રિય રાજપૂત સમાજ તથા GRCA રાજકોટ દ્વારા રાજકોટ ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ, ક્ષત્રિય ગુર્જર રાજપૂત સમાજના વિદ્યાર્થી ભાઇઓ-બહેનો, યુવાનો માટે તા.18/05/20250 રવિવારના રોજ સાંજે 04:00 થી 07:00 વાગ્યે ‘રાજપૂત વાડી’ 5/15 રણછોડ નગર કુવાડવા રોડ ખાતે યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમ ધોરણ 10,12, કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે કોઇપણ ક્ષેત્રમાં ડિગ્રી કોર્ષ કે સ્નાતક/અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે આગળ જતા GRCA ક્લાસ વન ટુ, ડિફેન્સમાં એન.ડી.એ અને સી.ડી.એસ,પી.આઈ, પી.એસ.આઇ, ડી.વાય,એસ, ઓ, તલાટી,ફોરેસ્ટ, બિન સચિવાલય, કોન્સ્ટેબલ વગેરે ક્ષેત્રમાં જવા પરીક્ષાઓ આપવા માટે કઈ રીતે તૈયારી કરવી એ માર્ગદર્શન સેમિનારમાં અપાયું હતું. આ સેમિનારમાં વિક્રમસિંહ પરમાર જી.આર.સી.એ., રોહિતસિંહ ડોડીયા ડી.વાય.એસ.પી. જેતપુર, અરવિંદસિંહજી કટારીયા સાહેબ જી.આર.સી.એ સુરેન્દ્રનગર તથા જી.આર.સી. ટીમના બધાં ભાઈઓ ભાર્ગવસિંહ ઝણકાટ પી.આઇ. રાજકોટ શહેર, સપનાબા પરમાર એજ્યુકેશન ઇન્સ્પેકટર રાજકોટ, ડો. હરિસિંહ પરમાર ન્યુરો સર્જન (સીવિલ હોસ્પિટલ રાજકોટ), નિધીબા સાકરીયા ગુજરાત ફર્સ્ટ વકૃત્વ સ્પર્ધા, ડો. હિરેનસિંહ શહેરમાં કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઇઓ બહેનોને કારકિર્દી માર્ગદર્શન મોટીવેશનલ પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિધર્થીઓ અને વાલીઓ તેમજ સમાજબંધુ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઑનો ઉત્સાહ વધાર્યો હતો.