રાજકોટમાં 80% ફૂટપાથ ઉપર વૃક્ષો- કોર્પોરેટરોની તકતીવાળી બૅન્ચો, વીજતંત્રના
થાંભલા-સબ સ્ટેશનો અને નાના વેપારીઓ દ્વારા ખડકાયેલા દબાણોએ જગ્યા રોકી લીધી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સુપ્રિમ કોર્ટ ફૂટપાથ પર થતાં દબાણો અંગે ચિંતા વ્યકત કરી છે ત્યારે રાજકોટમાં પણ આવા ફૂટપાથ પર દબાણો ઠેર-ઠેર જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા જમીન ઉપર થતાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે છે પરંતુ ફૂટપાથ ઉપર થતાં ગેરકાયદે દબાણ કયારે દૂર કરવામાં આવશે તે એ કોયડારૂપ પ્રશ્ર્ન છે જેનો ઉકેલ જલ્દી આવે તેવું નાગરિકો ઇચ્છી રહ્યા છે. શહેરના મોટાભાગના ફૂટપાથ એટલે કે 80 ટકા જેવી જગ્યામાં વૃક્ષો, જેતે કોર્પોરેટરોથી ગ્રાન્ટથી બનાવાયેલી બેન્ચો, વીજતંત્રના થાંભલા-સબસ્ટેશનો અને નાના વેપારીઓ દ્વારા અનેક દબાણો ખડકાયેલા હોય છે. આના કારણે લોકો ફૂટપાથ પર ચાલવાનું ટાળે છે. જેનાથી અકસ્માત થવાનો ભય વધુ રહે છે. આ સમસ્યાને ઉકેલવામાં કોર્પોરેશન દ્વારા કશું કરવામાં આવતું ન હોવાની પણ રાવ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ 21 હેઠળ ફૂટપાથ પર ચાલવાનો રાહદારીઓનો બંધારણીય હકક હોવાનું જણાવીને સર્વોચ્ચ અદાલતે ફૂટપાથ પર થતા દબાણો સામે ચિંતા નારાજગી દર્શાવતો ચુકાદો તાજેતરમાં જ આપ્યો હતો. દેશનાં 24 રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોમાં માત્ર 19 ટકાથી 73 ટકા જ ફૂટપાથો હોવાના રીપોર્ટ બાદ સુપ્રિમ કોર્ટે આ ફટકાર લગાવી હતી. સડક-માર્ગ પર સૌથી પહેલો અધિકાર રાહદારીઓનો હોય છે.પરંતુ તેઓ જ માર્ગ અકસ્માતોનો સૌથી મોટો શિકાર બનતા હોવાનો ચોંકાવનારો આંકડાકીય રીપોર્ટ જાહેર થયો છે. 2019 થી 2023નાં ચાર વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ રાહદારીઓએ જાન ગુમાવ્યા હતા.
ફૂટપાથ પર થયેલાં દબાણોના કારણે રાહદારીઓ રસ્તા પર ચાલવા મજબૂર જેના લીધે અકસ્માતનો ભય વધુ રહે છે, છેલ્લા 4 વર્ષમાં દેશમાં ફૂટપાથના દબાણોથી 1.50 લાખ લોકોના મોત થયાનું સરવેનું તારણ
- Advertisement -