ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢના ડો. કે. પી. ગઢવીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનાર ગ્રુપના સહયોગથી તારીખ 15 ને ગુરૂવારના રોજ સાંજે છ થી નવ કલાક સુધી ઝાંઝરડા ચોકડીએ આવેલ દ્વારીકા પ્લાઝા બે, બીજા માળ ખાતે, ન્યુ લાઇફ કેર હોસ્પિટલને ત્રણ વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પનું દીપ પ્રાગટ્ય વોકિંગ ક્લબના મેમ્બર ડો. હેમેન્દ્ર સોલંકી, ડો. કે. કે. બાખલકીયા, ડો. રક્ષિત પીપળીયા, ડો. મહેશ વારા, અજયભાઈ ગાડીઁ, જુગલબાઈ ચોકસી, ભાવેશભાઈ મણીયાર, સફીભાઈ દલાલ, વિજયભાઈ ભુવા, કલ્પેશભાઈ હિંડોચા, દિનેશભાઈ કપુપરા તથા હોસ્પિટલના સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જુનાગઢ શહેરના નામાંકિત ડોક્ટર શ્રીઓ ડો. પિયુષ બોરખતરીયા, ડો. વિશાલ વસાણી, ડો. ડાયના અજુડીયા, ડો. કરંગીયા, મનસુખભાઈ વાજા સહિત વકીલો, પોલીસ કર્મચારીઓ, શિક્ષક ગણ, વેપારીઓ, બિલ્ડરઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શુભચિંતકો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરેલ હતું. આ મહા રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્તની એકત્રિત કરવામાં આવેલ હતી.
- Advertisement -
જે રક્ત જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેન્કમાં તથા પ્રાઇવેટ બ્લડ બેન્કમાં આવતા થેલેસેમિયા ગ્રસ્ત પીડીત બાળકો. તથા સગર્ભા મહિલાઓ, કેન્સર પીડિત દર્દીઓ, એનીમિક દર્દીઓ સહિત જરૂરિયાતમંદ દર્દીઓને આપવા માટે અર્પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પ ને સફળ બનાવવા માટે ડો. અંજલી જોષી, કૃણાલભાઈ, પુષ્પાબેન, બીનલબેન, મયુરભાઈ, તુષારભાઈ, સ્ટાફ ગણ, ગિરનારી ગ્રુપના સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, સમીરભાઈ દવે, સુધીરભાઈ અઢિયા, મોહનભાઈ ચુડાસમા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.