નવરંગા માંડવામાં અનેક સાધુ-સંતો હાજરી આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લીંબડીયા હનુમાન દાદા સમસ્ત સેવક દળ દ્વારા આજીડેમ ચોકડીથી આગળ લક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ, જૂનો મહીકા મેઈન રોડ, હીંગળાજ પાનવાળી શેરી નકલંક પાર્ક ખાતે તા. 14-5 બુધવારના રોજ નકલંક મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી લીંબડીયા હનુમાન ખાતે 24 કલાક માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
મંગલ ધાર્મિક સોનેરી અવસરે મંડપ થાંભલી રોપવાનું મુહૂર્ત બુધવાર તા. 14ના રોજ સવારે 7-00 કલાકે, મહાપ્રસાદ બુધવાર તા. 14ના બપોરે 11-00 કલાકે, સાંજે 7-00 કલાકે થાંભળી વધાવવાનું શુભ મુહૂર્ત તેમજ ગુરુવાર તા. 15ના સવારે 7-00 કલાકે. નવરંગા માંડવામાં રાવળદેવ તરીકે ગુરુ ચેલાની જોડી જયદીપભાઈ ગોહીલ અને જીતુભાઈ બેડલા રંગ જમાવશે.
આ નવરંગા માંડવીમાં મહંત ગિરનારીબાપુ, મહંત વાલજીભગત, સનાતન ધર્મ પરિષદ રાષ્ટ્રીય સચિવ મહંત રઘુવીરદાસબાપુ, લક્ષ્મીઆઈ સહિત અનેક સાધુ-સંતો હાજરી આપશે.
લીંબડીયા હનુમાન દાદા સમસ્ત સેવક તેમજ વીર વચ્છરાજ સેવા ગ્રુપ વિરપર, નવદુર્ગા સેવા ગ્રુપ ગુંદા, મોગલ ગ્રુપ ઢાંઢણી, આદ્યાશક્તિ સેવા મંડળ ભેઠુડા, બજરંગ સેવા મંડળ જીવાપર, મેલડી મા મિત્ર મંડળ ગંજીવાડા, લીંબડીયા હનુમાન ગ્રુપ માંડા ડુંગર, બાલક હનુમાન ગ્રુપ માંડા ડુંગર, માંધાતા રામામંડળ માંડા ડુંગર, હરસિદ્ધિ હનુમાન ગ3ુપ માંડા ડુંગર, ત્રંબકેશ્ર્વર મહાદેવ તીરુનાલા ગ્રુપ માંડા ડુંગર, રઘુનંદન ગરબી મંડળ ગ્રુપ માંડા ડુંગર, સતગુરુ ગરબી મંડળ ગ્રુપ માંડા ડુંગર, ગોકુળ પાર્ક ગરબી મંડળ ગ્રુપ માંડા ડુંગર, માધવવાટીકા ગરબી મંડળ ગ્રુપ માંડા ડુંગર, માંડા ડુંગર મહાકાળી ગરબી મંડળ ગ્રુપ, માંડાની મેલડી ગ્રુપ માંડા ડુંગર, શક્તિ ગરબી મંડળ પીઠડ આઈ-2 માંડા ડુંગર, નવદુર્ગા ગરબી મંડળ ગ્રુપ માંડા ડુંગર, માંધાતા પાર્ક ગરબી મંડળ માંડા ડુંગર, જય રામાપીર ગ્રુપ ભીમરાવ નાગર માંડા ડુંગર, માંધાતા ગ્રુપ રાજકોટ, અખંડ ભારત સનાતન ધર્મરક્ષક ગ્રુપ ગુજરાત, જય લીંબડીયા હનુમાન મહિલા ધુન મંડળ, બાલક હનુમાન મહિલા ધુન મંડળ તીરુનાલ, સર્વે શક્તિ ગરબી મંડળ સેવાઓ આપશે તેમ જણાવ્યું છે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે વિરજીભાઈ ભીખાભાઈ રાઠોડ, રમેશભાઈ મોહનભાઈ રાઠોડ, મેહુલભાઈ બાબુભાઈ જોગરાજીયા, વિજયભાઈ જેરામભાઈ રાઠોડ, રાજુભાઈ લવાભાઈ રોજાસરા, શૈલેષભાઈ જગાભાઈ સાકરીયા આવ્યા હતા.