502 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, અ2 ગ્રેડમાં 1742 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાનું ધો 10 (S.S.C) નું 81.21 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 502 વિદ્યાર્થીઓ એ1 ગ્રેડ, 1742 વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. જિલ્લામાં સૌથી વધારે સુપાસી સેન્ટર નું 95.56ટકા તથા સૌથી ઓછું પ્રભાસ પાટણ નું 61.54 ટકા પરિણામ આવેલ છે.સેન્ટર વાઇઝ પરિણામ જોઈએ તો વેરાવળ 77.99 ટકા કોડીનાર 78.44ટકા, ઉના 76.32 ટકા, તાલાલા 90.43 ટકા, સીમાર 85.12 ટકા, ખંઢેરી નું 89.46 ટકા, સુપાસી 95.56 ટકા, ડોળસા 83.12 ટકા, સુત્રાપાડા 88.37 ટકા પરિણામ આવ્યું છે.
વેરાવળ શહેરમાં પ્રથમ ક્રમે બે વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં દર્શન સ્કુલની વિદ્યાર્થીની ડોડીયા આસ્થા એ 99.95 P.R. સાથે A1 ગ્રેડ મેળવી કેન્દ્રમાં પ્રથમ નંબર તથા બોર્ડમાં પાંચમો નમ્બર મેળવ્યો છે.તેણીએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે.તેમના પિતા હાઇસ્કુલમાં આચાર્ય છે. અને માતા ગૃહિણી છે અને તેમની રોજની આઠ થી દસ કલાક મહેનત અને આ ભવ્ય સફળતા પાછળ વિઠલાણી અને તમામ સ્ટાઙ્ગણ નું માર્ગદર્શન તેમજ માતા – પિતાનો સહકાર ખૂબ જ મળેલો. અને તેમને હવે SCIENCE B GROUP સાથે આગળ ખત SPECIALIST કરવાની ઇચ્છા છે.દર્શન સ્કુલનું પરીણામ 98.23% આવેલ છે.હાથલીયા ક્રિષ્ના 99.81 PR સાથે શાળામાં દ્વિતિય આવેલ છે. જ્યારે અડવાણી ખુશ્બુ એ 99.77 PR સાથે તૃતિય નંબર મેળવેલ છે.સ્કુલના 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે.અડવાણી ખુશ્બુ એ જણાવ્યું કે તેમના પિતાને ફુટવેર ની દુકાન છે. અને માતા ગૃહિણી છે. તેમને હવે C.A. બનવાની ઇચ્છા છે.



