52 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં
ખાસ-ખબર ન્યૂઝ રાધનપુર
એન્કર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી સદારામ ક્ધયા છાત્રાલય ખાતે રાધનપુર સાતલપુર ઠાકોર સમાજના સમુહ લગ્ન યોજાયા ક્ધયા છાત્રાલય હાઈસ્કૂલના લાભાર્થે 52 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લીંબાજી દાનસંગજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાનેથી આ પ્રસંગે ધન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જયંતીજી ઠાકોર મેમદાવા ભાવાજી ઠાકોર પોરાણા અને ખેતાજી ઠાકોર અને હમીરજી ઠાકોર અને જિલ્લા પંચાયત સદસ્ય સાકાજી ઠાકોર અને જિલ્લા પંચાયત સદસ્ય મનુજી ઠાકોર અને નવીનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
તેમના તરફથી તમામ દીકરીઓને તિજોરીની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે આશિષ વચ્ચેના આપવા માટે હરિરામ બાપુ અને અન્ય સાધુ સંતો ઠાકોર સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સમુહ લગ્ન યોજાયા હતા. 52 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.