ઍરફોર્સને ઍલર્ટ કરી, ફરી ભારતને ધમકાવવાનું દુ:સાહસ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
- Advertisement -
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગઈકાલે સાંજે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલાની જવાબદારી ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ઝછઋ)એ લીધી છે. જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકી સંગઠન છે. એકબાજુ પાકિસ્તાને આ હુમલામાં કોઈ હાથ ન હોવાનું નિવેદન આપ્યું છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ એમ્બેસેડરે ફરી સર્જિકલ સ્ટ્રાઇક થવાની ભીતિ વ્યક્ત કરતાં ભારતને જ ધમકી આપવાનું દુ:સાહસ કર્યું છે.
પાકિસ્તાનના જર્મની માટેના પૂર્વ એમ્બેસેડર અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરી છે કે, મને વિશ્વાસ છે કે, ઈસ્લામાબાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કોઈપણ ખોટી કાર્યવાહીને નિષ્ફળ કરવા માટે સંભવિત ઉપાયો વિચારી રહ્યું છે. મને કોઈ શંકા નથી કે, આ વખતે પાકિસ્તાન ભારતની પ્રતિક્રિયાઓનો આકરો જવાબ આપશે.
પાકિસ્તાનના આ નિવેદનથી ખળભળાટ મચ્યો છે. એકબાજુ પાકિસ્તાન આ હુમલાની જવાબદારી લઈ રહ્યું નથી. જ્યારે બીજી બાજુ સર્જિકલ સ્ટ્રાઇક જેવી ભારતની કાર્યવાહી થવાનો ભય પણ વ્યક્ત કરી રહ્યું છે. પાકિસ્તાને પોતાની વાયુસેનાને ઍલર્ટ મોડ પર મૂકી છે. ફ્લાઇટ રડાર ડેટામાં પાકિસ્તાની વાયુસેનાની ગતિવિધિઓ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા પર ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડારના 24 સ્ક્રિનશોટ વાયરલ થયા છે. જેમાં પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખ વિમાનોને કરાચી સ્થિત દક્ષિણ વાયુ કમાન્ડથી લાહોર તથા રાવલપિંડી પાસે પોતાના કેમ્પમાં જતાં જોવા મળ્યા છે. આ નિર્દયી હુમલા બાદ લોકોએ સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ કરી છે.
ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો હતો કે, ’આ હુમલા પાછળ ભારતના લોકોનો જ હાથ છે. ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે. ત્યાં, નાગાલેન્ડથી લઈને મણિપુર અને કાશ્મીર સુધી, લોકો સરકારની વિરુદ્ધ છે. ભારતમાં હિન્દુત્વ સરકાર લોકોના અધિકારોનો નાશ કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી છે. આથી લોકો આનો વિરોધ કરી રહ્યા છે.’
- Advertisement -
ભારતીય સેનાનું રેડ એલર્ટ
POKમાં પાકિસ્તાની સેના ભાગી ગઈ: એક પણ પોસ્ટ દેખાતી નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગરમીની સીઝનમાં પાકિસ્તાન હંમેશાથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘુસાડવાની કોશિશ અને આતંકી હુમલા વધારે છે. પહલગામમાં થયેલો હુમલો આ જ પ્રકારનું એક કાવતરું છે. મોટા ભાગે ટૂરિસ્ટને ટાર્ગેટ નથી બનાવતા, પણ આ વખતે આ પણ થયું. પીએમ મોદીએ બે વાર પાકિસ્તાનને સર્જિકલ એટેક અને એર સ્ટ્રાઈક દ્વારા સાન ઠેકાણે લાવી. પાકિસ્તાનને એ વાતનો ડર હતો કે જો કોઈ હુમલો થાય છે તો તેને વળતો જવાબ જરૂર મળશે. તેથી પહલગામ હુમલા બાદ પીઓકેમાં સન્નાટો છવાયેલો છે. પાક ફૌજ પોતાની પોસ્ટ છોડી પોતાના બંકરોમાં છુપાઈ ગયા છે. હવે પોસ્ટ પર તૈનાત રહેનારા પાક સૈનિકો દેખાતા નથી. કઘઈ પર ભારતીય સેનાએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. પાકિસ્તાની સેનાએ એલઓસી પર ચાર વર્ષથી ચાલી રહેલા સીઝફાયરને આ મહિનામાં તોડી નાખ્યું. તે પણ એક દિવસમાં બે વાર ફાયરિંગની ઘટનાને અંજામ આપીને. ભારતીય સેનાએ પણ પાકિસ્તાન સેનાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપીને. ગુપ્તચરના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સેનાએ આખા એલઓસી પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે.
આ હાઈ એલર્ટ તે દિવસે જાહેર કર્યું હતું જે દિવસે તેમણે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાક ફૌજે તમામ જવાનોને એલર્ટ કર્યા હતા કે ખૂબ જ સાવધાનીપૂર્વક અને ખુદને ખુલ્લા વિસ્તારથી દૂર રાખો.
ગત વર્ષે અમરનાથ યાત્રા પહેલા પણ પાકિસ્તાની આખા એલઓસી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. જમ્મુમાં યાત્રીઓના બસ પર હુમલો અને એક પછી એક આતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ હતો. પાકિસ્તાનને ભારતીય સેનાના ક્રોસ બોર્ડર રેડ અથવા સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો હતો. કઘઈ અને ઈંઇ પર પાકિસ્તાને હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. પાકિસ્તાની સેનાના 10 કોર જેની જવાબદારી આખા પીઓકેની છે. તેણે પોતાના સૈનિકોની સંખ્યાને પણ વધારી દીધી હતી.
ભારતીય સેનાની તૈનાતી કઘઈ પર ખૂબ મજબૂત છે. સામાન્ય દિવસમાં પણ સેના એલર્ટ પર રહે છે. પણ રેડ એલર્ટ બાદ વધારે સખ્તી દર્શાવે છે. જેટલી પણ ફોર્સ રિઝર્વમાં હોય છે, તેમના માટે ર્વોનિંગ ઓર્ડર જાહેર કરી દીધા છે. જેથી જરૂર પડે તો તેમને પણ તૈનાત કરી દેવામાં આવે. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ સ્ટ્રાઈકના સમયે પણ સમગ્ર કઘઈ અને ઈંઇ રેડ એલર્ટ પર હતા.