ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવકનું મોત, હવાઇ માર્ગે મૃતદેહ વતનમાં લવાશે
ભાવનગર-પાલિતાણાનું 20 લોકોનું ગ્રુપ 15 દિવસના પ્રવાસે ગયું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં ત્યાં સારવાર હેઠળ છે.
પ્રશાસન દ્વારા મૃતક પિતા-પુત્રના મૃતદેહને ત્રણ વાગ્યાની ફ્લાઇટમાં હવાઈ માર્ગે શ્રીનગરથી મુંબઇ લાવવામાં આવશે અને મુંબઇથી ભાવનગર લાવવામાં આવશે. આ સાથે અન્ય 17 લોકોને પણ સુરક્ષિત રીતે હવાઈ માર્ગે મુંબઈ અને ત્યારબાદ ભાવનગર લાવવામાં આવશે.₹પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું છે, તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી છે. જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.
જ્યારે આતંકવાદી હુમલા બાદ કાળિયાબીડના પિતા-પુત્રનું મોત થતાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ હુમલામાં ભાવનગરના પર્યટકો પણ ઘાયલ થયાની જાણ થતાં ભાવનગર જિલ્લા કલેક્ટર-પોલીસ તંત્રે તુરંત હરકતમાં આવી ઈજાગ્રસ્ત અને ગુમસુદાના પરિવારજનો તેમજ જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-104માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.62)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું 20 લોકોનું ગ્રુપ ગત 16મી એપ્રિલના રોજ 15 દિવસના પ્રવાસે જવા નીકળ્યું હતું.