માંગરોળના દરસાલી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન હેઠળના દરસાલી ગામના સરકારી ખરાબ આમાં એક ટ્રક ઇંગ્લિશ દારૂનું કટીંગ કરવાની પેરવીમાં હોવાની બાતમી મળતા લેડી પીએસઆઈ એસ. એ. સોલંકીની ટીમે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. સ્થળ પર જીજે 11 વીવી 3676 નંબરનો તાડપત્રી ઢાંકલો ટ્રક ચેક કરતા ચોખાના બાચકા નીચેથી રૂપિયા 1,94,856ની કિંમતના વિદેશી દારૂની 492 બોટલ તેમજ રૂપિયા 11200ના બીયરનો 11 ટીમ મળી આવ્યા હતા. આથી પોલીસે માળીયાહાટીના તાલુકાના શેરીયાખાણ ગામનો રિઝવાન ઉમર લાખા અને જામવાડીનો ઈરફાનશા રફીકશા સર્વેદીની ધરપકડ કરી દારૂ, બીયર, ટૂંક, રૂપિયા 3.87,750ની કિંમતના ચોખાના 235 બાચકા, 2 મોબાઈલ ફોન રૂપિયા 3000ની રોકડ મળી કુલ રૂપિયા 21,16,806નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછમાં દારૂ બિયરનો જથ્થો રાજસ્થાનના શખ્સે ભરાવ્યો હોવાનું અને દરસાલી ગામના મેહુલ રબારીને પહોંચાડવાનો હોવાનું ખુલતા બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.