ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.19
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના માન. મંત્રી ઋષિકેશ પટેલ આજે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેમણે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જાળાભિષેક કર્યો હતો. મંત્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવ પાસે સમગ્ર રાજ્યના કુશળક્ષેમ અને સર્વ વ્યાપી વિકાસની પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારીશ્રી દ્વારા તેઓને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભવનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
