પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લામાં પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી એસપી સંજય ખરાતની સુચનાથી સાવરકુંડલાના એ.એસ.પી વલય વૈધ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને વિવિધ જગ્યાઓએ પોલીસ ફરજમાં છે કે કેમ તેની ચકાસણી દરમિયાન 14 પોલીસ કર્મચારીઓ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતાં.
- Advertisement -
ત્યારે એસપી સંજય ખરાત દ્વારા 14 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતાં. આ તમાંમ કર્મચારીઓ સક્ષમ અધિકારીની મંજૂરી વગર મનસ્વી રીતે ગેરહાજર રહી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી. આ પોલીસ કર્મચારીઓએ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 ના નિયમ 3 નો ભંગ કર્યો હતો.
જેના પગલે એસપી દ્વારા તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જેમાં ઉમેદકુમાર મનસુખલાલ મહેતા-જેલ ગાર્ડ, હરેશભાઇ ધીરૂભાઇ મંડીર- જેલ ગાર્ડ, કિશનભાઈ ભુપતભાઈ આસોદરીયા- સિવિલ પ્રિઝનલ ગાર્ડ,વિજયસિંહ રૂપસિંહ સોઢા- સિવિલ પ્રિઝનલ ગાર્ડ, જનકસિંહ અગર સિંહ ઝાલા-ટ્રેજરી ગાર્ડ, સુરેશભાઈ નાજભાઈ ખુમાણ – ટ્રેજરી ગાર્ડ, કનુભાઈ જ્યોતિભાઈ પલાસ – ઊટખ ગાર્ડ, શિવાભાઈ ભાવસંગભાઇ જારસાણીયા- ઊટખ ગાર્ડ, ભગવતીબેન મોતીભાઈ પરમાર- વેરહાઉસ ગાર્ડ, અરુણાબેન સેંઘાભાઈ ધરજીયા – વેરહાઉસ ગાર્ડ, અશોકભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ- એસપી કચેરી ગેટ, દિગ્વિજયસિંહ રામસિંહ ચાવડા- ઇમરજન્સી સિવિલ ગાર્ડ, યુવરાજભાઈ અનકભાઈ વાળા- ઇમરજન્સી સિવિલ ગાર્ડ, નિતેશકુમાર પ્રાગજીભાઈ રાઠોડ- કોર્ટ પરિસર ગાર્ડ એમ 14 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતાં. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો.