ધરતીપુત્રોને સરેરાશ રૂ.1470 સુધી ભાવ મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં 9273 ક્વિન્ટલ પાણાની આવક થઈ છે. આ ધાણાની બમ્પર આવકમાં ખેડૂતને હરાજીમાં સરેરાશ રૂ.1470 સુધી ભાવ મળ્યા હતા. ત્યારે રૂ.1200 થી રૂ. 1300 સુધી નીચા ભાવ મળ્યા હતા. અને રૂ. 1350 થી રૂ.1380 સુધી સામાન્ય ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડીયામાં સરેરાશ 1000 કિવન્ટલથી વધુ ધાણાની આવક થઈ રહી છે.
- Advertisement -
હરાજીમાં ખેડૂતને 20 કિલો પાણાના ભાવ 1300 થી 1480 સુધી મળી રહ્યા છે, તેમજ ગત તા.11 ના દિવસે ખેડૂતોને સૌથી ઊંચા ભાવ 1480 સુધી મળ્યા હતા. આ ઉપરાંત જોઈએ તો ખેડૂતોને સામાન્ય ભાવ રૂ.1380 સુધી મળી રહ્યા છે.
આમ મળી કુલ છેલ્લા એક અઠવાડિયામાં 9273 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ છે. આ ઉપરાંત જૂનાગઢ માર્કેટિંગ વાર્ડમાં ઘઉં, ધાણા, તુવેર અને ચણા સહિતના પાકોની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. તેથી જૂનાગઢ માર્કેટિંગ વાર્ડ નવી જણસોથી છલકાઈ રહ્યું છે. તેમજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. જેમાં પાણા સહિતની જણસીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાથી પાણાની સારી એવી આવક નોંધાઈ રહી છે. જેમાં જોઈએ તો 9273 કિવન્ટલ જેટલી આવક નોંધાઈ હતી.