નરસિંહ મેહતાની બનેલી પ્રતિકૃતિ જગ્યાનો વિરોધ હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેર નરસિંહ મેહતાની નગરી તરીકે ઓળખ ધરાવે છે. અને આદ્યકવિ નરસિંહ મેહતા માટે શહેરીજનોને અનેરો લગાવ છે. ત્યારે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલ જોશીપુરા અંડરબ્રિજમાં નરસિંહ મેહતાની ટાઇલ્સમાં એક પ્રતિકૃતિ બનાવી હતી તેની સામે નરસિંહ મેહતા પ્રેમીઓમાં વિરોધ જોવા મળ્યો હતો તેનું કારણ હતું કે, જે જગ્યા પસંદ કરવામાં તેવી ખોટી હતી.
આ અંડરબ્રિજમાં ટાઇલ્સમાં બનાવેલ નરસિંહ મેહતાની પ્રતિકૃતિ જયારે ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં ગટરના ગંદા પાણી ભરાય છે તેમજ અહીંથી પસાર થતા વાહનો દ્વારા ગંદા પાણી ટાઇલ્સ પર બનાવેલ પ્રતિકૃતિ ખરાબ હાલતમાં જોવા મળે છે. જેનાથી સ્થાનિક અનેક આગેવાનોમાં વિરોધ જોવા મળ્યો હતો અને મહાનગર પાલિકામાં રજૂઆત સાથે આ પ્રતિકૃતિ હટાવી લેવા માંગ કરી હતી. જયારે વાત એ થાય છે કે, ભગવાન અથવા મહાન પુરુષ સહીત દેશમાં જેનો સિંહ ફાળો રહ્યો છે તેવા મહાન વ્યક્તિને યોગ્ય સ્થાન મળવું જોઈએ જયારે મનપા ઇજનેર અથવા અધિકરીઓને આ વાત ધ્યાને કેમ ન આવી અને એવી જગ્યા પસંદ કરી કે, જ્યાં તેનું માન સન્માન ન જળવાય હવે આ વાત સમજાતા લાખોનો ખર્ચ કરીને હવે દૂર કરવામાં આવી અને પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો ત્યારે લોકો કહી રહ્યા છે કે. જેને આ કર્યું તેના ખિસ્સા માંથી ખર્ચ દેવો પડે.



