આંગણવાડી/હેલ્પર ઔધોગિક વિવાદધારા હેઠળ ઉધોગ, વર્કમેન અને પગારની વ્યાખ્યામાં આવી જાય છે: હસુભાઇ દવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસના અરજદાર આંગણવાડી કાર્યકર તરીકે તા.10-06-1994થી નોકરીમાં જોડાયા અને કોઈપણ જાતની ખામી વગરની સર્વિસ હતી છતાં પણ મેનેજમેન્ટે તેણીને તા.31-03-2008થી નોકરીમાંથી છૂટાં કરવામાં આવ્યા હતા. આ પત્રમાં આક્ષેપ મુકી છૂટા કરવામાં એક તરફથી નિર્ણય લઈ કોઈપણ જાતની બચાવની તક આપવામાં આવેલી નહી કે ચાર્જશીટ આપવામાં આવેલી નહીં અને તપાસ તેની જાણ બહાર કરવામાં આવ્યા હોય કોઈ ખાતાકીય તપાસ અધિકારીની પણ નિમણૂંક કરી નહી અને આની જાણ તા.02-04-2008ના મેનેજમેન્ટના પત્ર દ્વારા કરી છૂટાં કરવામાં આવ્યા હતા.
આ છૂટાં કરવાના હુકમ સામે ઔદ્યોગિક અદાલત-કમ-લેબર કોર્ટમાં પુન:સ્થાપિત માટે કેસ ચાલી જતાં તા. ર0-03-2015ના લેબર કોર્ટનો એવોર્ડ અરજદારની તરફેણમાં આવતાં છૂટાં કર્યા તારીખથી સળંગ નોકરી અન્ય લાભો સાથે વચગાળાનો પગાર ર5% ચૂકવી આપવાનો ઘણો જ છણાવટભર્યો ચુકાદો આપેલ હતો. આની સામે હરિયાણા સરકારે રીટ પીટીશન હાઈકોર્ટમાં દાખલ કરેલ હતી તે સીંગલ જજની બેંચે તા. 10-11-2017 ના રોજ રદ કરેલ અને જણાવેલ હતું કે રાજ્ય.સરકારે જે-જે રેફરન્સ તા.16-02-2009 મેનેજમેન્ટે પડકારેલો ન હતો. તેમ જણાવી લેબર કોર્ટનો હુકમ કાયમ રાખેલ. આથી રાજ્ય સરકારે એલ.પી.એ. નં. 137/2018 સીંગલ બેંચના હુકમ સામે ડબલ બેંચમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી.
- Advertisement -
આ કેઈસમાં પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને જજ અનીલ ક્ષેત્રપાલે બંને પક્ષકારોની દલીલ સાંભળેલી અને તેઓએ જણાવેલું હતું કે અમારે ઔદ્યોગિક વિવાદ ધારો-1947ની કલમ-ર(એસ) તથા ર(આર.આર.) હેઠળ આંગણવાડી કાર્યકર વર્કમેન છે? બીજું માનદવેતન એ પગારની વ્યાખ્યામાં આવે છે કે કેમ? રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવેલી અને ભાર મુકવામાં આવેલ હતો કે ગુજરાત હાઈકોર્ટે ચાઈલ્ડ ડેવલપમેન્ટ ઓફીસર અને અન્યો વિરૂદ્ધ પ્રિયન્કાબેન કિરણકુમાર શેઠના ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકર અને હેલ્પર કામદારની વ્યાખ્યામાં આવતા નથી, કારણ કે માનદવેતન એ પગારની વ્યાખ્યામાં આવતું નથી. આંગણવાડી કાર્યકર વતી રજૂઆત કરેલ હતી કે ડીવીઝન બેંચ, મુંબઈ હાઈકોર્ટ (નાગપુર બેંચ)નો ચુકાદો જે વિદ્યા વિષ્ણુ વાનરે – વિરૂદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ” પર આધાર રાખી છણાવટ કરી લેબર કોર્ટ તથા હાઈકોર્ટે જે ચૂકાદો આપેલ છે તે માન્ય રાખી હરિયાણા સરકારની રીટ પીટીશન રદ કરવી જોઈએ. હાઈકોર્ટ બંને પક્ષોના મુદ્દાઓ અંગે વિસ્તૃત છણાંવટ કરતાં ઔદ્યોગિક વિવાદ ધારો-1947ની કલમ-ર(જે.), (આર.આર.) અને (એસ.) ઈન્ડસ્ટ્રીઝ” વેજીસ” તથા ’વર્કમેન” અંગે જણાવતા ઉદ્યોગની સ્પષ્ટ વ્યાખ્યા નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે સાત જજોની બેંચે ’બેંગલોર વોટર સપ્લાય અને સીવરેજ બોર્ડ – વિરૂદ્ધ એ. રાજપ્પા અને અન્યો (1978(36) ઋકછ-266 જઈ) તથા મહારાષ્ટ્ર રાજય અને બીજાઓ વિરૂદ્ધ ધી હોસ્પીટલ મજદૂર સભા (અઈંછ 1960 610 જઈ) જે જગ્યાએ પદ્ધતિસરની પ્રવૃતિ માલિક અને કામદારના સહકારથી ચાલતી હોય તે ’ઉદ્યોગ’ની વ્યાખ્યામાં આવી જાય છે. વિદ્યા વિષ્ણુ વનરેના જજમેન્ટમાં મુંબઈ હાઈકોર્ટની ડીવીઝન બેંચે આંગણવાડી કાર્યકરો અને તેડાઘરોને ’વર્કમેન’ તથા ’વેજીસ” ની વ્યાખ્યામાં આવી જાય છે.
અંતમાં નામદાર કોર્ટ, મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો જે ડબલ બેંચે આપેલ છે કે આંગણવાડી વર્કસ-હેલ્પર્સ કામદારની વ્યાખ્યામાં આવે છે અને તેઓને જે માનદવેતન ચૂકવવામાં આવે છે તે ઔદ્યોગિક વિવાદ ધારો-1947 અંતર્ગત ’વેજીસ’ની વ્યાખ્યામાં આવી જાય છે. હરિયાણા રાજ્ય સરકારની એલ.પી.એ. રદ કરેલ હતી. આ ચૂકાદાની અસર વ્યાપકપણે થશે તેમ અંતમાં હસુભાઈ દવેએ જણાવેલ છે.