આંકલાવ APMCમાં અમિત ચાવડાનો દબદબો યથાવત જોવા
30 વર્ષથી ભાજપનું શાસન, છતાં ભાજપને એકપણ ઉમેદવાર ન મળ્યો !
ખાસ-ખબર ન્યૂઝ આંકલાવ
- Advertisement -
આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખવા સફળ રહ્યું છે. અઙખઈ માં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. APMCની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી. તારીખ 28 માર્ચના રોજ ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજુર થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે અંતે ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. અઙખઈ ની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો તેની ભારોભાર ચર્ચા થઈ રહી છે. આમ, કોંગ્રેસે આંકલાવ APMCમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો.
ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ દબદબામાં આંકલાવની APMCની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો. સરવાળે એવું બન્યું કે, કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આંકલાવમાં પોતાનો દબદબો જાળવી રાખીને તેઓના માર્ગદર્શન હેઠળ જંગી જીત મેળવી છે.
છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીઓમા આંકલાવમાંથી ચૂંટાતા અને કોંગ્રેસના કદાવર નેતા તરીકેની છાપ ધરાવતા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ પોતાના મતવિસ્તારના ખેડૂતોનો ભરોસો કાયમ જાળવી રાખ્યો છે આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો દર્શાવે છે. વિધાનસભામા રાજ્યના પ્રજાના તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે સરકાર સામે બાયો ચડાવતા આ નેતા માત્ર અન્ય નેતાઓની જેમ મીડિયા પૂરતા બોલબચ્ચન જ નથી કારણ કે રાજ્યના દરેક વર્ગના લોકો પ્રશ્નોની ચિંતા સાથે પોતાના મતવિસ્તારના લોકોની ચિંતા કરતા હોય અને જમીની મજબૂતી જાળવી રાખી રાખી હોય તો જ 30 વર્ષથી રાજ્યમા ભાજપનુ એકહથ્થુ શાસન છતા સામા પવને તમામ સહકારી-રાજકીય ચૂંટણીઓમા મતદારોનો વિશ્વાસ કાયમ ટકી રહેવો તે આ સમયમા કોઈ સામાન્ય બાબત નથી. રાહુલ ગાંધીએ લોકસભામા ભાજપને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીઓમા હરાવવા આપેલી ચેલેન્જ પુરી કરવી હોય તો વાસ્તવમા કોંગ્રેસ પાસે આવા જમીની મજબૂતી ધરાવતા નેતાઓને વધુ મહત્વ આપીને જવાબદારીઓ સોંપી હોમવર્ક સાથે કામ કરાવવા સ્વતંત્રતા આપે તો રાહુલ ગાંધીની ચેલેન્જ પૂર્ણ થવા કોઈ રોકી ના શકે તે પણ નરી વાસ્તવિકતા છે.