જનઆરોગ્ય સેવામાં માળીયાહાટીના તાલુકામાં આવેલું ગડુ પીએચસી અવ્વલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં આવેલ ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી જિલ્લાની સૌથી વધુ સફળ ડીલીવરી થઈ રહી છે. સામાન્ય રીતે પ્રાઈમરી હેલ્થ સેન્ટર પી.એચ.સી.માં ડે કેર સુવિધા હોય છે. પરંતુ ગડુ સેન્ટરના ડોક્ટર સહિતનો સ્ટાફ 24* 7 ઇમરજન્સી કેસમાં સારવાર માટે તત્પર રહે છે.રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમજ છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સુવિધા વિસ્તારી છે. પી.એચ.સી. સ્તરે લોકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય વિભાગના કર્મીઓ કેવું કાર્ય કરે છે તેનું ઉદાહરણ ગડુ સેન્ટરમાં જોવા મળ્યું છે.
- Advertisement -
ગડુ પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં 12 વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.ભાવિશા નિમાવતે જણાવ્યું હતું કે, ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 12 ગામડાઓનો સમાવેશ થાય છે. અને આ કેન્દ્ર હેઠળ 28 હજારની વસ્તીને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળી રહ્યો છે. ગડુ પીએચસીમાં 6 હેલ્થ વર્કર ફિમેલ, 6 હેલ્થ વર્કર મેલ અને ચાર સીએચઓ, 1 ફાર્માસિસ્ટ અનેક 1 લેબ ટેકનીશીયન ફરજ બજાવી રહ્યા છે. ત્યારે 2023માં 65 અને 2024માં 60 થી વધુ ડીલીવરી થઈ છે. એમાંય ગત વર્ષે ખાસ કરીને રાતની ડીલીવરી વધુ થઈ છે. ડો.ડાભી એ જણાવ્યું હતું કે, માળીયા તાલુકાના 68 ગામ પૈકી 59 ગામ ટીબી મુક્ત થયા છે. તેમજ ગડુ પીએચસી છેલ્લા બે વર્ષથી ડીલેવરીના કેસમાં પણ મોખરે રહી છે.ગડુ પીએચસીમાં દરરોજની 70 જેટલી ઓપીડી થાય છે. વધુમાં આ વિસ્તારની સગર્ભાઓનું 26 જેટલી આશા બહેનો દ્વારા નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.