CISF તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સ્પોર્ટ્સ ક્વૉટામાં જોબ મેળવનાર રાજકોટની ઍક્વાટિક સ્પોર્ટ્સના પ્રથમ ખેલાડી બન્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઓલ ઇન્ડિયા પોલીસ ચેમ્પિયનશિપના બીજા દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે એક્વેટીક ડાઈવીંગની હાઈ બોર્ડની ઇવેન્ટ યોજાઈ ગઈ. જેમાં CISF તરફથી રાજકોટના કેયુર રાજ્યગુરુએ હાઇબોડે ડાઇવિંગમાં સુંદર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેઓ મયુરસર વ્યાસ તથા કમલેશસર નાણાવટીના માર્ગદર્શનમાં છેલ્લા દસ વર્ષથી એકવેટીક ડાઈવીંગમાં સતત નેશનલ લેવલે ભાગ લઈ રહ્યા છે.
હાલ તેઓ CISFના કોચ ગોપીસર પાસે હૈદરાબાદ ખાતે તાલીમ લઈ રહ્યા છે. ડાઇવિંગની પ્રાથમિક શરૂઆત તેઓએ રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીમીંગ પુલ ઉપર કોચ સાગરભાઇ કક્કડ પાસે મેળવી ત્યારબાદ એકવેટીક સ્પોર્ટ્સ કોટામાં તેઓને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઈCISFની સ્પોર્ટ્સ બટાલીયનમાં હૈદરાબાદ ખાતે પોસ્ટિંગ મળ્યું છે.
એકવેટીક સ્પોર્ટ્સમાં રાજકોટમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સ્પોર્ટ્સ કોટામાં જોબ મેળવનાર તેઓ રાજકોટના એકવેટીક સ્પોર્ટ્સના પ્રથમ ખેલાડી છે. તેઓએ રાજકોટ ખાતે રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસોસિએશનના સ્વિમિંગ પુલ ઉપર ટ્રસ્ટીઓના સહકારથી સ્વિમિંગ એકેડેમી શરૂ કરી, જેમાં તેમણે સ્વિમિંગની ટ્રેનિંગ આપી ઘણા સારા ખેલાડીઓ તૈયાર કર્યા છે. રાજકોટમાંથી રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખ ઉમેશભાઈ રાજ્યગુરુ, નીરજભાઈ દોશી, પ્રકાશભાઈ કલોલા, બંકિમ ભાઈ જોશી, તેમજ રમત ગમત ક્ષેત્રના અનેક વિવિધ મહાનુભાવો તથા રાજકોટ ના બ્રહ્મ સમાજના અગ્રણી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, કશ્યપ ભાઈ શુક્લ, પિનાકીનભાઈ રાજ્યગુરુ ભૂતપૂર્વ નેશનલ હોકી પ્લેયર શ્યામુભાઈ ત્રિવેદી વગેરે દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.