વિદ્યાર્થીઓમાં સેવા અને સંવેદના જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના હિન્દી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સેવા અને સંવેદના જાગૃત થાય તે માટે હિન્દી ના અધ્યક્ષ ડો. હેમલબહેન વ્યાસ દ્વારા તા. 22/03/25ના રોજ વિદ્યાર્થીઓને સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતનો એક કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ, બીમાર અશક્ત અને વૃદ્ધ દર્દીઓને મળી તેમની સાથે સ્નેહ પૂર્ણ વાતો કરી ભાવુક થયાં હતાં અને તેમની સેવા કરી હતી. મુલાકાતે ગયેલા તમામ મુખ્ય વિષય હિન્દીના વિધાર્થીઓને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ તમામ વિધાર્થીઓના નામ જોગ એક -એક વૃક્ષ પણ વાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. માલતીબેન પાંડે અને ડો.રવિભાઈ ડેકાણીએ સહયોગ કર્યો હતો.



