કૉઝવેે નવનિર્માણ કરવાની બદલે માત્ર સમારકામ કરી ગ્રાન્ટ ચાઉં થઈ ગઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્ય સરકારની કરોડોની ગ્રાન્ટ વિકાસ પાછળ વપરાશ થાય છે અને જો ખરેખર આ કરોડોની ગ્રાન્ટ ખરા અર્થમાં વપરાશ થાય તો દરેક વિકાસનું કાન ટકાઉ અને મજબુતી સાથે લોકોને સુખાકારી પણ મળી રહે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ માંડ પચાસ ટકા વપરાશ થતો હોય અને તે કામમાં પછી શું હોય ? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં તો ભ્રષ્ટાચારનો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં પાંચ લાખની ગ્રાન્ટના માંડ એકાદ લાખનું કામ કર્યું હોય અને બાકીની રકમ ભાગ બટાઈ થઈ ગઈ હતી. ચોટીલા તાલુકાના ખેરાણા ગામથી કાબરણ તરફ જવાના રસ્તે વચ્ચે આવતા ક્રોઝવે નિર્માણની રૂપિયા પાચ લાખની ગ્રાન્ટ વર્ષ 2024 – 25માં વપરાશ કરવાની હતી અને આ ગ્રાન્ટ વપરાશ પણ થઈ હતી પરંતુ ક્રોઝવે નવનિર્માણ કરવામાં બદલે સમારકામ કરી કાગળો પર ક્રોઝવે નવો બનાવ્યો હોવાનો ઉલ્લેખ કરી રૂપિયા પાચ લાખ સરકારી તિજોરીમાંથી ઉઠાવી પણ લીધા હતા. આ ક્રોઝવેના કામમાં ભ્રષ્ટાચાર થવાં અંગેની ફરિયાદ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને કરતા જ તેઓ દ્વારા સ્થળ પર તપાસ કરતા ખરેખર ક્રોઝવે નિર્માણની બદલે સમારકામ થયું હોવાનું અને આખી ગ્રાન્ટ ચાઉં થઈ જવાનું સામે આવતા અને પ્રાંત અધિકારી દ્વારા ક્રોઝવેના કામમાં ભ્રષ્ટાચારીઓ સામે તપાસ માટે તપાસ કમિટીની રચના કરી હતી. જોકે આ તપાસ કમિટીમાં પણ એક એવા અધિકારી હતા જેના વગર ગ્રાન્ટ ઉઠાવી શકાય તે શક્ય ન હતું જેથી ગ્રાન્ટ ચાઉં કરવાના મામલે ક્યાંકને ક્યાંક આ કર્મચારી પણ સંડોવાયેલ હોવાની આશંકા છે છતાં પણ તપાસ કિંમિટીમાં આ કર્મચારીને સામેલ કરવામાં આવ્યા હતા. જેથી ભ્રષ્ટાચારી કર્મચારી જ પોતાના ભેસ્તાચારની તપાસ કરે તેવો હાસ્યાસ્પદ ઘાટ અહી સર્જાયો છે ત્યારે હવે જોવાનું રહે છે કે ક્રોઝવેના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગેની તપાસ તટસ્થ થાય છે કે પછી તપાસના અંતે ભીનું સંકેલવામાં આવે છે ?
- Advertisement -
“ખાસ ખબર” દ્વારા ભ્રષ્ટાચાર અંગે રજૂઆતનો અહેવાલ પ્રસિઘ્ધ કરાયો હતો
ચોટીલાના ખેરાણા ગામે ક્રોઝવેના કામમાં ભ્રષ્ટાચાર અંગે ચોટીલા પ્રાંત અધિકારીને જાગૃત નાગરિક દ્વારા ગત 19 ફેબ્રુઆરીના રોજ લેખિત રજૂઆત કરાઈ હતી જે અંગે ખાસ ખબર દ્વારા નિષ્પક્ષતાથી અહેવાલ પ્રસિધ્ધ કરતા તંત્ર સફાળું જાગ્યું હતું.
ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટિની રચના થતા નેતાઓના ફોન ગાજ્યા
- Advertisement -
ક્રોઝવેના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ કમિટીની રચના થતા ભ્રષ્ટાચારીઓને ભીસ પડી હતી અને ફ્રન્ટના રૂપિયા ચાઉ કરી જનારાઓ પોતાના કહેવાતા રાજકીય આકાના શરણે ગયા હતા જેથી આ રાજકીય નેતાના ફોન પ્રાંત અધિકારીના ફોનમાં રણક્યા હતા.
ભ્રષ્ટાચારી જ તપાસ કમિટીમાં સ્થાન મળ્યું!
ક્રોઝવેના કામ ધારાધોરણ મુજબ પૂર્ણ થયાનો અહેવાલ રજૂ કર્યા બાદ જ સરકારની ફ્રન્ટના રૂપિયા જે તે કોન્ટ્રાક્ટરની મળી શકે છે જેથી ગ્રાન્ટને ઉપાડવા માટે એન્જિનિયરની પણ ફવયળ ભૂમિકા માનવામાં આવે છે પરંતુ અહીં ભ્રષ્ટાચારની તપાસ કમિટીમાં એન્જીનીયરને સભ્ય બનાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.



