ચાવી બનાવવાના બહાને 6.61 લાખની ચોરી કરનાર સીકલીગર ગેંગની બેલડી ઝડપાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર રહેતા ખોડીયાર પાર્કમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય ધરાવતા રમેશભાઈ તુલસીભાઈ સીતાપરા ઉ.66એ ગત શનિવારે બી ડીવીઝન પોલીસમાં 6.61 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી જેનો ડીસીબીએ ભેદ ઉકેલી નાખી કબાટની અને તિજોરીની ચાવી બનાવવાના બહાને હાથફેરો કરનાર સીકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી લઈ ચોરાઉ દાગીના, રોકડ સહીત 7.15 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ઉપરોક્ત ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે ડીસીબી પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ એસ ગડચર અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફ્ના અનીલ સોનારા સહિતને બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ સીકલીગર ગેંગના બે સાગરીતો ચોરેલ મુદામાલ વેચવા નીકળવાના છે આ બાતમી આધારે સોની બજારમાં વોચ ગોઠવી હતી અને દાહોદના પોપટસિંગ ઉર્ફે મલખાન ગોકુલસિંગ સીકલીગર ઉ.37 અને શેરુસિંગ ઉ.25ને દબોચી લીધા હતા કબાટ અને તિજોરીનીચાવી બનાવવાના બહાને ચોરેલ સોનાનો સેટ, બે વીટી, ચેઈન. કાનસર, બૂટી, રોકડા 60 હજાર અને મોબાઈલ સહીત 7.15 લાખનો મુદામાલ કબજે કર્યો છે સીકલીગર બેલડી પૈકી મલખાન અગાઉ રાજકોટ-અમદાવાદમાં ચોરીના ચાર ગુનામાં તેમજ એક વખત પાસા તળે જેલયાત્રા કરી ચુક્યો છે જયારે શેરૂ એક ગુનામાં પકડાઈ ચુક્યો છે.