નવાબનો પેલેસ આજે પણ અડીખમ જોવા મળે છે
માણાવદરના વેળવા સરદારગઢ રસ્તે બુરી જીલાણાના રસ્તે જોરાવર બાગ પેલેસ આવેલો છે. માણાવદરના નવાબનું એ સત્તાવાર નિવાસસ્થાન હતું. માણાવદરના નવાબ તેમના પરિવારો સાથે શાહી ઠાઠથી ભવ્ય મહેલમાં રહેતા હતા. મહેલની સામે જ બેગમ સાયબા માટેનો સ્નાન કરવા માટેનું અદભુત સ્થાન હતું, વિરાટ મહેલ ચારે બાજુ ઉંચી દીવાલો બગીચાઓ, ઘટાદાર વૃક્ષો, રંગ બેરંગી ફૂલોથી જોરાવર બાગની ઔર રોનક હતી. નવાબી કચેરી, સ્ટાફ માટેના મકાનો જોરાવર બાગ તરીકે વિખ્યાત છે. મોગલ શૈલીની કોતરણીવાળું કાળાપથ્થરનું ચણતર અને સંગેમરમરનાં નવાબી ફર્નિચરો મોટા અને વિશાળ હોલ રૂમો, અરીસાઓ મનમોહક સીડી અને ચારે દિશામાં નવાબના સૈનિકોનો 24 કલાકનો પહેરો મધ્યમાં માણાવદરના નવાબી ઝંડો ધ્વજ ફરે…..દૂર થી જોરાવરબાગનો નજારો દેખાય. નાના-મોટા તહેવારોમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માણાવદરના નવાબ સૌ માણાવદરવાસીઓને જોરાવર બાગના પેલેસમાં બોલાવે આગતા સાગતા સ્વાગત કરે મીઠાઈ આપી સૌ નગરજનોને એક સરખું માન આપતા હતા.