વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ પર સોમવારે નાગા સાધુઓએ ચિતાની ભસ્મથી હોળી રમી હતી. હર હર મહાદેવના ઉદઘોષથી પૂરું વાતાવરણ ધર્મમય બની ગયું હતું. કાશી મોક્ષદાયિની સેવા સમીતીની મસાનની હોળીમાં મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી લોકો સામેલ થયા હતા. ભકતોએ જોરદાર અબીલ ગુલાલ ઉડાડયા હતા. હોળી રમાઈ તે પહેલા રવિન્દ્રપુરી સ્થિત બાબા કીનરામ સ્થળથી ઘાટ સુધી શોભાયાત્રા નીકળી હતી.




